હવે તો ‘રાફેલ’ જ બચાવશે વાયુસેનાને, મિગ-21 ભારતીય વાયુસેના માટે બની રહી છે મોતની ઉડ્ડાન…

છેલ્લા 6 મહિનામાં, ભારતીય વાયુસેનાના 3 મિગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા છે, ગત અઠવાડિયે રાજસ્થાનમાં પણ એક વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું છે.

રાજસ્થાનના બીકાનેર જિલ્લાના સોભા સરના ધાની વિસ્તારમાં શુક્રવારે બપોરે ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું. જો કે પાયલટ સુરક્ષિત રીતે વિમાનથી બહાર નિકળવામાં સફળ રહ્યો. પરંતુ એક્સપાયર ડેટ પાર કરી ચુકેલા વિમાનની હાલત ચિંતા જનક છે.

રાજસ્થાન પહેલા પાકિસ્તાની એરફોર્સના f-16 વિમાનનો પીછો કરતી વખતે બાયસન મિગ-21 ક્રેશ થયું હતું, જે વિમાન વિંગ કમાન્ડર અભિનંદન ઉડાવતા હતાં. અને તે મિગ પણ ક્રેશ થયું હતું. જાણીને નવાઈ લાગશે પણ અભિનંદન જે વિમાન ઉડાવી રહ્યા હતાં, તે પણ એક્સપાયરી ડેટ પછી પણ સૈન્યમાં ઉપયોગ લેવાય છે. આ વિમાનોને વારંવાર અપગ્રેડ કરી સમય મર્યાદા વધારવામાં આવી રહી છે..

READ  દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમી સાહેબનું 92 વર્ષની ઉંમરે નિધન, ઉમરાવ જાન ફિલ્મ માટે મળ્યો હતો એવોર્ડ

જુના ઉપકરણોના કારણે વિમાનની ઉમર તો વધે છે, પરંતુ નિષ્ફળતાઓ પણ વધી જાય છે. પરંતુ વિમાનોની સર્વિસ મર્યાદા સાથે ઉપકરણોને કોઈ સંબંધ નથી. રૂસી ડિજાઈનર સુપરસોનિક ફાયટર જેટ મિગ-21 છે. અને મિગ-21 ભારતીય વાયુ સેનાના સૌથી વધુ દુર્ઘટના ગ્રસ્ત થતા વિમાન છે. જેના કારણે તેને ઉડતુ મોત છે.

READ  JIO યૂઝર્સ માટે વધુ એક ખરાબ સમાચાર! તમે હવે આ રિચાર્જ નહીં કરાવી શકો

આ પણ વાંચો : રૂપાણી સરકારે લોકસભા ચૂંટણી પહેલાં કર્યું પ્રધાનમંડળનું વિસ્તરણ, જવાહરને કેબિનેટ પ્રધાન તો યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

મિગ -21 વિમાન 1964માં ભારતીય વાયુસેનામાં સમેલ કરવામાં આવેલા પહેલા સુપરસોનિક ફાઈટર વિમાન છે. આજે ભારતીય વાયુસેનામાં 113 મિગ-21 છે, અને વર્ષ 1963 પછી1200 થી વધુ મિગ વિમાનો ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા.

પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટનીના કહેવા પ્રમાણે, 840 હવાઈ જહાજોમાથી અડધા કરતા પણ વધુ જહાજો વર્ષ 1966 થી 1984 ના વચ્ચે દુર્ઘટનાનો શિકાર થયાં હતાં. 19 એપ્રિલ 2012 સુધીમાં 482 મિગ વિમાન દુર્ઘટના થઈ હતી. વર્ષ 1971 અને વર્ષ 2012ની વચ્ચે પ્રતિવર્ષ અંદાજીત 12 દુર્ઘટના થઈ હતી. આ વિમાનોને 1980ના દાયકામાં રિટાયર્ડ થઈ જવાનું હતું. પરંતુ આધુનિક રડાર અને સંચાર પ્રણાલી ની સાથે જેટને અપગ્રે઼ડ કરવામાં આવ્યાં.

READ  મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડિંગમાં ભારત બન્યો નંબર 1 દેશ, સૌથી વધુ આ એપ થઈ ડાઉનલોડ

Surat: Fire breaks out at plastic godown in Sachin GIDC| TV9News

FB Comments