બૉલિવૂડ સિંગર મિકા સિંહ દુબઈ જેલમાં! 17 વર્ષની યુવતીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ!

બૉલિવૂડ ગાયક મિકા સિંહ છેડતીના આરોપસર દુબઈ પોલીસની હિરાસતમાં છે. મીકા પર બ્રાઝિલની 17 વર્ષની એક યુવતીએ યૌન-શોષણનો આરોપ લગાવ્યો છે!

જુઓ વીડિયો:

આ પણ વાંચો: ‘ધક ધક ગર્લ’ માધુરી જાણો કઈ પાર્ટીમાં જોડાઇને લડશે 2019ની લોકસભાની ચૂંટણી ?

બૉલિવૂડ સિંગર મિકા સિંહની દુબઈ પોલીસે ગુરૂવારે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મિકા પર બ્રાઝિલની એક યુવતીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મિકાને દુબઈના મુરક્કાબાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મિકા પર 17 વર્ષની બ્રાઝિલીયન યુવતીની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બ્રાઝિલની રહેવાસી 17 વર્ષીય મોડલે મિકા પર આપત્તિજનક તસવીરો મોકલવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં સગીર યુવતીએ પોલીસ સ્ટેશનમાં જાતે ફરિયાદ નોંધાવી છે.

જેથી મિકા સિંહની ધરપકડ કરવામાં આવી છે.  મહત્વનું છે કે આ પહેલી ઘટના નથી જેમાં મિકા સિંહનું નામ કોઈ વિવાદ સાથે ન જોડાયું હોય. 2015માં તેના પર દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન એક ડૉક્ટરને થપ્પડ મારવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં ગત વર્ષે તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2014માં એક હિટ એન્ડ રન કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. આ મામલામાં તેના પર ઓટો રિક્શા પર કાર ચઢાવવાનો આરોપ હતો. એટલું જ નહી 2006માં રાખી સાવંતે તેના પર જબરદસ્તી ચુંબન કરવાનો આરોપ લગાવ્યો હતો.

બૉલિવૂડ સિંગર મિકા સિંહની ધરપકડ

સગીરાને અશ્લીલ તસવીર મોકલવાનો આરોપ
બ્રાઝીલની 17 વર્ષિય યુવતીએ મિકા સિંહ સામે લગાવ્યો આરોપ
મિકા સિંહ પર અશ્લીલ તસવીર મોકલવાનો આરોપ
મિકા સિંહને અબુધાબી જેલમાં રાખવામાં આવ્યો

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

A'bad: Trustees of VS hosp. reach HC over decision of charity comm. to hand over mgmt to politicians

FB Comments

Hits: 40

Comments are closed, but trackbacks and pingbacks are open.