પાકિસ્તાનમાં મીકા સિંહની કોન્સર્ટમાં ISI અધિકારી અને દાઉદનો પરિવાર રહ્યો હાજર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ છે. તનાવ હોવા છતા પણ મીકા સિંહ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના સંબંધીને ત્યાં પરફોર્મન્સ કરવા ગયા હતા. હવે આ આખી ઘટનાને લઈને વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીકાના પરફોર્મન્સ દરમિયાન ઉપસ્થિત રહેલા કેટલાક મહત્વપૂર્ણ મહેમાનોમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઉચ્ચ અધિકારીઓ અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમના પરિવારના સભ્યો શામેલ થયા હતા.

READ  જમ્મુ કાશ્મીરમાં પારો ગગડયો: ઠંડીએ તોડ્યો રેકોર્ડ, શ્રીનગરમાં પાણી થીજી ગયું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કરાચીના એક અગ્રણી અખબાર સાથે સંકળાયેલા પત્રકારના જણાવ્યા અનુસાર, ટિશ્યુ પેપર નિર્માતા અસદ વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની નિકટતાને કારણે મીકા સિંહ અને તેની 14 સભ્યોની ટીમને વિઝા અપાવવામાં સફળ થયા. આમ તેમણે 8 ઓગસ્ટે કરાચીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન સરકારે કોઈ પણ ભારતીય કલાકાર અથવા ફિલ્મ વ્યક્તિત્વના અભિનય પર પ્રતિબંધ મૂક્યો છે.

READ  આતંકીઓને પેદા કરવાવાળા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ચીને દેખાડી તેમની અસલી હેસિયત, જાણો ઈમરાન ખાનના ચીન પોંહચવા પર કેવી રીતે થયુ તેમનું અપમાન

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

આ કાર્યક્રમમાં ટોચના અમલદારો, સેના અને પોલીસ અધિકારીઓ અને મિયાંદાદ સહિતના સ્ટાર ક્રિકેટરોના પરિવારને આમંત્રિત કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, મિયાંદાદના પુત્ર જુનૈદના લગ્ન દાઉદની પુત્રી મહરૂખ સાથે થયા છે. પત્રકારે દાઉદ ઇબ્રાહિમ સાથેના મિયાંદાદના સંબંધોને સ્વીકાર્યા, પરંતુ ડી-કંપનીના ઠેકાણા અને પાકિસ્તાન સરકાર સાથેના તેના જોડાણ અંગેના પ્રશ્નોની અવગણના કરી.

READ  જાણો 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments