રાજ્યસભાની ચૂંટણીને લઈ ચાલતા સસ્પેન્સ વચ્ચે ભાજપે આ બે ઉમેદવારના નામ નક્કી કરી લીધા છે

રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીને લઈને ભારે સસ્પેન્સ બાદ ભાજપે બે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. આવતીકાલે બંને ઉમેદવારો ફોર્મ ભરશે. ધારણા મુજબ ભાજપે એક ટિકિટ વિદેશ પ્રધાન એસ. જયશંકરને અને બીજી ટિકિટ મહેસાણાના ભાજપ નેતા જુગલ ઠાકોરને આપી છે.

આ પણ વાંચોઃ VIDEO: વડોદરાના પદમલામાં ચોરીના ઈરાદાથી આવેલા 3માંથી એક ચોર પકડાયો , લોકોએ કરી આવી હાલત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રામ ગોપાલ વર્માની ઓનલાઈન ફિલ્મ 'ધ મેન હુ કિલ્ડ ગાંધીજી'નું પોસ્ટર રીલીઝ, ગાંધીજી અને ગોડસેનાં ફોટાને એક સાથે જોડી દેવાતા ગાંધી પ્રેમીઓમાં કચવાટ

 

જો કે ભાજપે નામની હજુ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ ભાજપે ચોંકાવાની પરંપરા જાળવી રાખી છે એવું કહો તો ચાલે કેમ કે, રાજ્યસભા માટે જુગલ ઠાકોરના રૂપમાં નવા ચહેરાની જ પસંદગી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉત્તર ગુજરાતમાં નેતાગીરીને મજબૂત કરવા જુગલ ઠાકોરની પસંદગી કરાઈ છે. જુગલ ઠાકોર મહેસાણાના છે..ભાજપે જુગલ ઠાકોરની પસંદગી કરીને એક તીરથી અનેક નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો છે. જુગલ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ભાજપના ઓબીસી ચહેરો છે. પક્ષના પ્રદેશ મંત્રી પણ, રાજકીય નિષ્ણાંતો માને છે કે ઉત્તર ગુજરાતમાંથી યુવા ચહેરાને તક આપીને ભાજપે ઠાકોર નેતાગીરીને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે.

READ  મોડી રાતે બે વાગ્યા સુધી ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી, હજી આજે થઇ શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલ જુગલ ઠાકોરનું સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટું વર્ચસ્વ નથી. પણ પાર્ટી સમગ્ર ઠાકોર સમાજને એક નવો નેતા આપવા માંગે છે, એટલે કે ડેવલપ કરવા માંગે છે. હવે જુગલ ઠાકોરને ઓબીસી સમાજના નેતા તરીકે ઉપસી આવવાનો પડકાર પણ રહેશે.

FB Comments