કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ફસાયેલાં લોકો જઈ શકશે ઘરે, જાણો નવા આદેશ વિશે

ministry-of-home-affairs-allows-movement-of-migrant-workers-tourists-students-etc-stranded-at-various-places

કોરોના વાઈરસના લીધે ઘણાં લોકો એવા છે જે ફસાઈ ગયા છે અને પોતાના ઘરે જઈ શકતાં નથી. આવા લોકો માટે વ્યવસ્થા કરવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અલગ અલગ જગ્યાએ ફસાયેલાં લોકો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓની અવરજવરને મંજૂરી આપી દીધી છે. આ અંગે મંત્રાલય તરફથી એક આદેશ પણ રાજ્યોને જારી કરવામાં આવ્યા છે. એક રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં પણ ફસાયેલા લોકો રજિસ્ટ્રેશન બાદ જઈ શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનો દાવો, ISI પાસેથી ભાજપ અને બજંરગ દળ ફંડ લઈ રહી છે

coronavirus-lockdown-shops-in-gujarat-to-be-opened-from-tomorrow-all-you-need-to-know-aavtikal-thi-rajya-ma-dukano-khulse-pan-sharato-lagu

આ પણ વાંચો :   VIDEO: કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારના આદેશમાં રાજ્યને કહેવામાં આવ્યું છે કે ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવા અને અન્ય રાજ્યોમાંથી લોકોને પરત ઘરે લાવવા માટે એક સ્ટાર્ન્ડડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.આમ હવે દરેક રાજ્ય ફસાયેલા લોકોને પરત મોકલી શકશે અને લાવી પણ શકશે. જો કે આ માટે રાજ્ય સરકારે નોડલ ઓથોરિટીની નિમણૂંક કરવાની રહેશે. જે લોકોનું રજિસ્ટ્રેશન કરશે.

READ  ડાયરામાં લોકગાયક રાજભા ગઢવી પર લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે પણ લોકો જવા માગે છે કે તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્કીનીંગ બંને રાજ્યોમાં કરવામાં આવશે. જે લોકોમાં કોરોનાના લક્ષણો નહીં દેખાય તેને પરવાનગી આપવામાં આવશે. લોકોની અવરજવર માટે બસનો ઉપયોગ કરી શકાશે. બસને સેનિટાઈઝ કરવાની રહેશે અને તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને લોકોને બેસાડવાના રહેશે. કોઈપણ રાજ્ય પોતાની બોર્ડરમાં બસને પ્રવેશવા માટે ઈનકાર કરી શકશે નહીં. બહારથી આવેલાં લોકોને ફરવાની અનુમતિ રહેશે અને તેઓએ ઘરમાં રહેવું જોઈશે. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરીને આવા લોકો પર નજર રાખી શકાશે.

READ  યૂપીથી પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી છતાં કૉંગ્રેસના ગઢ અમેઠીમાં ભાજપ થયો વધુ મજબૂત, 13 ખાસ લોકોએ ધારણ કર્યો કેસરિયો ખેસ

 

Oops, something went wrong.

 

 

FB Comments