રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક

રેલવે વિભાગ દ્વારા હંમેશા સુરક્ષાને લઈને સલાહ આપવામાં આવતી હોય છે. રેલવે વિભાગ ટ્ટીટર જેવા શક્તિશાળી માધ્યમ પર પણ એક્ટિવ છે અને ત્યાં પણ લોકોની ફરિયાદ સાંભળીને તાત્કાલિક ઉકેલ લાવે છે. એક ફોટાને લઈને રેલવે વિભાગે ટ્વીટ કર્યું તો લોકોએ મજાક ઉડાવવાનું શરુ કરી દીધું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS

રેલવે વિભાગે પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી એક ફોટો શેર કર્યો અને ટ્વીટના કેપ્શનમાં લખ્યું કે આ ખતરનાક છે અને દંડનીય અપરાધ પણ છે. કૃપા કરીને કોઈપણ ઉભા રહેલાં કોચ કે વેગનની નીચે જવાની કોશિશ ના કરો…તે કોઈ જ ચેતવણી વગર આગળ વધી શકે છે..રેલવે ટ્રેક એવી જ જગ્યાએથી ક્રોસ કરો જ્યાંથી માન્ય છે… સાવચેત રહો..સુરક્ષિત રહો.

READ  રોજ ખોરાકમાં લેવામાં આવતી 3 વસ્તુઓ, તમારી કિડની માટે જીવલેણ છે! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ટ્વીટના ફોટાને જોઈએ તો એક માલગાડી ઉભી છે અને તેની નીચે એક યુગલ બેઠું છે. રેલવેના આ ટ્વીટને લઈને લોકોએ મજાક ઉડાવી અને તો અમુક લોકોએ રેલવેના વખાણ પણ કર્યા. રેલવે વિભાગને ટાર્ગટે કરીને અમુક લોકોએ લખ્યું કે અહીંયા તમે શાંતિ નથી લેવા દેતા…પ્રેમીઓને..તો અમુકે રેલવે વિભાગે આપેલી જાણકારીને યોગ્ય ગણાવી. ઘણાં લોકોએ એવું પણ કહી દીધું કે શું હવે પ્રેમ કરવો એ પણ ગુનો છે? આમ વિવિધ હળવી કમેન્ટ આ રેલ મંત્રાલયની ટ્વીટ પર જોવા મળી હતી.

READ  આ 1 દેશને છોડીને ભારતના તમામ પાડોશી દેશમાં કોરોનાના પોઝિટીવ કેસ, જાણો વિગત

 

 

Gujarat: People returning from Surat and other cities misbehave with health officials in Bhavnagar

FB Comments