સુરતની સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દીધું, CCTVમાં કેદ થયા દૃશ્યો

Minor mother booked for throwing her newborn kid out of home , Surat

સુરતમાં હૃદય હચમચાવી નાખે તેવી દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની એક સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સગીરાને ગર્ભ રહી જતા તેણે બાળકને જન્મ તો આપી દીધો. પરંતુ સમાજના ડરે તેને બાળક સાથે રાખવા માટે હિમ્મત ન આપી. આખરે સગીરાએ નિષ્ઠુર હૃદયે બાળકને સોસાયટીની બહાર ફેંકી દેવાનું નક્કી કર્યું.

READ  ગુજરાતની એક મહિલાએ સુરતની તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં કર્યું એવું કામ જે સામાન્ય રીતે ફક્ત સેનાના જવાનો કરી શકે છે, ગર્વ કરો ગુજરાતી છો.

આ પણ વાંચોઃ દારૂબંધીની અમલદાર ગુજરાત પોલીસના PSI જ નશાની હાલતમાં ઝડપાયા

જો કે બાળકને સોસાયટી બહાર ફેંકતા સમયે સોસાયટીના જ અન્ય મકાનમાં લાગેલા સીસીટીવીમાં સગીરા કેદ થઇ ગઇ હતી. જે અંગે કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે સગીરાની ધરપકડ કરી છે. અને બાળકનો પિતા કોણ છે તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

READ  વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે કરશે 'મન કી બાત', આ વર્ષનો બીજો કાર્યક્રમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments