પ્રિયંકા ગાંધી સાથે દૂરવ્યવહાર?, આ ઘટના અંગે ઉત્તરપ્રદેશ પોલીસે કરી આવી સ્પષ્ટતા

misbehave-with-priyanka-vadra-know-who-said-what

પ્રિયંકા ગાંધી સાથે દૂરવ્યવહાર થયો કે નહીં તે અંગે રાજકારણ ગરમાયું છે. આ ધક્કામુક્કીનો એક વીડિયો કોંગ્રેસ દ્વારા ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પર જાહેર કરવામાં આવ્યો છે. જો કે પોલીસ આ તમામ આરોપથી ઈનકાર કરી રહી છે અને કહી રહી છે કે અમે અમારી ફરજ પુરી કરી રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


લખનઉમાં આ ઘટના શનિવારના રોજ ઘટી કે જ્યારે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પૂર્વ આઈપીએસ અધિકારી દારાપુરી અને કોંગ્રેસ પ્રવક્ત્તા સદફ જફર સાથે મળવા જઈ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રવક્ત્તા અને પૂર્વ આઈપીએસને નાગરિક સંશોધન કાયદાના વિરોધની કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધી તેમને મળવા જઈ રહ્યાં હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા અને બાદમાં આ સ્થિતિ સર્જાઈ.

READ  અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

આ પણ વાંચો :   પેજાવર મઠના વિશ્વેશા તીર્થ સ્વામીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

પ્રિયંકાં ગાંધીએ શું કહ્યું?
પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે તેઓ દારાપુરીજીના પરિવારની સાથે મળવા જઈ રહ્યાં હતા ત્યારે રસ્તામાં પોલીસ આવી અને તેમની ગાડીને રોકવામાં આવી. તેઓએ મને જવાની ના પાડી અને બાદમાં હું પગે ચાલીને જવા માટે ગાડીની નીચે ઉતરી. જ્યારે હું પગપાળા ચાલવા માડી ત્યારે મને ઘેરવામાં આવી અને મારુ ગળું દબાવવામાં આવ્યું. બાદમાં હું કાર્યકર્તાની સાથે ટૂ-વ્હીલર પર બેસીને જવા લાગી તો પણ મને ઘેરવામાં આવી.

READ  મારૂ નામ રાહુલ 'સાવરકર' નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસ શું કહી રહી છે? 
પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી નક્કી કરેલા રુટ પર નહોતા જઈ રહ્યાં જેના લીધે તેમની સુરક્ષા નક્કી કરવા માટે રોકવામાં આવ્યા. આ અંગે લખનઉના સીઓ, અર્ચના સિંધે એક લેટર લખી તમામ જાણકારી આપી છે.

READ  શિવસેના નેતા સંજય રાઉતનો દાવો, ભાજપની પૂર્વ સરકારે ફોન ટેપ કરાવ્યો હતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઘટનાની વચ્ચે ભાજપે કંઈક અલગ જ નિવેદન આપ્યું છે. ભાજપના નેતા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે આ માત્ર પબ્લિસીટી માટે જ છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની નૌટંકીની નિંદા થવી જોઈએ.

 

Oops, something went wrong.
FB Comments