સાંસદ ગૌતમ ગંભીર ગુમ છે? છેલ્લીવાર ઈન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા, જુઓ VIDEO

‘Missing’ Gautam Gambhir posters spotted in Delhi after MP skips pollution meet

 

દિલ્હીમાં ગૌતમ ગંભીરના જલેબી ખાવાના ફોટા પર શરૂ થયેલું રાજકારણ અટકવાનું નામ નથી લઈ રહ્યું, કેમ કે AAPના નિશાને આવ્યા બાદ હવે દિલ્હીભરમાં સાંસદ ગૌતમ ગંભીર લાપતા હોવાનો પોસ્ટર લાગ્યા છે. જેમા લખવામાં આવ્યું છે કે “શું તમે સાંસદ ગૌતમ ગંભીરને જોયા છે? છેલ્લીવાર તેઓ ઈન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા. ત્યારથી ગુમ છે. સમગ્ર દિલ્હી શહેર તેમને શોધી રહ્યું છે.”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિધાનસભાની 6 પૈકી આ 3 બેઠક પર ભાજપ માટે જીતની મુશ્કેલી! જાણો પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરના મતક્ષેત્રનું ગણિત

મહત્વનું છે કે ગૌતમ ગંભીર પૂર્વ દિલ્લીના ભાજપના સાંસદ છે. તાજેતરમાં જ પ્રદૂષણને લઈને દિલ્લીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગૌતમ ગંભીર હાજર રહ્યા નહોતા. તે સમયે તેઓ ઈન્દોરમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ત્યારબાદ તેમણે પૂર્વ ક્રિકેટર સાથે જલેબી ખાવાનો ફોટો શેર કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આ 3 રાજ્યમાં નહીં લાગુ થાય નાગરિકતા સંશોધન બિલ, સરકારે કરી દીધો ઈનકાર

 

 

જેને લઈને આમ આદમી પાર્ટીએ તેમના પર શાબ્દિક હુમલો કર્યો હતો. જો કે પ્રદૂષણ અને જલેબીને લઈને શરૂ થયેલું રાજકારણ હજુ યથાવત છે. દિલ્હીના ITO વિસ્તારમાં વૃક્ષો અને દિવાલો પર ગૌતમ ગંભીર લાપતા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments