મધ્યપ્રદેશની બાળકી માતા-પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પહોંચી મુંબઈ અને પોલીસે કરી આ કામગીરી

Missing MP Girl found in Mumbai, had fled to earn

મુંબઈ એટલે સપનાની નગરી.. અનેક લોકો પોતાના સપનાઓ સાકાર કરવા મુંબઈમાં આવે છે. પરંતુ આ વખતે મધ્યપ્રદેશની એક બાળકી પોતાના માતા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા મુંબઈ આવી. તે પણ માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. મધ્યપ્રદેશમાં રહેતી આ બાળકીને અમેરિકા જઈને કામ કરવું હતું. પરંતુ અમેરિકા જવા માટે વીઝાની જરૂર પડે અને વીઝા માટે રૂપિયા કમાવવા આ બાળકી સ્કૂલના દફતર સાથે જ મુંબઈ આવી ગઈ.

READ  ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર, શું શિવસેના માટે આગામી લોકસભા ચૂંટણીનો તૈયાર કરશે એક્શન પ્લાન?

આ પણ વાંચોઃ રાજ્યના પાટનગર ગાંધીનગરને પણ હવે પોલીસ કમિશનર મળશે…ચાર શહેરોની જેમ પોલીસ કમિશનરેટ બનશે

જોકે સદનસીબે એક મહિલા પોલીસ કર્મચારીની નજર તેના પર પડી જતાં તેઓ બાળકીને પોતાની સાથે લઈ આવ્યા હતા. જ્યા પૂછપરછ કરવામાં આવતા તે મધ્યપ્રદેશના ઝોરા ગામની હોવાનું સામે આવ્યું હતું. તેના માતા પિતા તેને છેલ્લા કેટલાય દિવસથી શોધી રહ્યા હતા. ત્યારે મુંબઈ પોલીસે આ બાળકી તેના પરિવારને સહી સલામત રીતે સોંપી હતી.

READ  IND vs WI T-20: સીરીઝ જીતવા માટે આજે બંને ટીમને જીતવુ જરૂરી, વાનખેડેમાં થશે મુકાબલો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, મોટા શહેરોમાં બાળકીના અપહરણ અને દુષ્કર્મની અનેક ઘટનાઓ બનતી રહે છે. તેવા સમયે માત્ર છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકી કોઈ હેવાનના હાથમાં આવી હોત તો તેની શું દશા થાત તે વિચારી પણ ન શકાય. પરંતુ યોગ્ય સમયે મહિલા પોલીસની નજર તેના પર પડી ગઈ અને તેમણે બાળકીને પોતાના પરિવારને સોંપી દીધી.

READ  ભારતીય મૂળના પ્રિતી પટેલ બાદ ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋષિ સુનક બ્રિટનના નાણા પ્રધાન બન્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments