LRD પેપર લીક કૌભાંડમાં ગુનેગારોને સજા મળે તે જ ‘ન્યાય યાત્રા’નો મુખ્ય હેતુ : અલ્પેશ ઠાકોર

લોક રક્ષક પેપર લીકના કૌભાંડમાં એક પછી એક આરોપીઓની ધરપકડનો દોર ચાલી રહ્યો છે. તો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ‘ન્યાય યાત્રા’ નીકળી હતી. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમથી અલ્પેશ ઠાકોર બાઇક લઇને ગાંધીનગર જવા માટે રવાના થઇ ગયા છે.

આ પણ વાંચો : કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

આ ન્યાયયાત્રામાં ઓબીસી, એસટી, એસસી એક્તામંચના કાર્યકરોએ ભાગ લીધો હતો. જેના પહેલા ગાંધી આશ્રમ ઉપર અલ્પેશે કહ્યું કે, જે પ્રકારે ગુજરાતમાં લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બની છે એમાં આરોપીઓને પકડવામાં આવ્યા નથી. હજી સુધી મોટા માથાઓને પકડવાના બાકી છે. પોલીસ નાની માછલીઓને પકડી રહી છે.

અલ્પેશે સાથે જ કહ્યું કે, ભૂતકાળમાં પણ અનેક વખત ભરતી પ્રક્રિયામાં ઘોટાળા થયા હતા. એમાં પણ એકપણને સજા નથી મળી જે એમાં ગુનેગાર હતા. જો દિલ્હીથી આ પ્રકરણનો છેડો પહોંચશે તો મોટા માથાઓ ચોક્કસ બહાર આવશે. પછી ભલે મોટા નેતા હોય કે મોટા અધિકારીઓ જ કેમ ના હોય એમને કડકમાં કડક સજા મળવી જોઇએ.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: Congress Working Committee to meet in Ahmedabad on Feb 28- Tv9

FB Comments

Hits: 148

Comments are closed, but trackbacks and pingbacks are open.