સુરતના એક ધારાસભ્ય ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, સ્થાનિકોએ કહ્યું, ‘ચૂંટણી જીત્યા બાદ અમારા ધારાસભ્ય ખોવાયા છે’, જુઓ VIDEO

સુરતના ઓલપાડના ધારાસભ્ય ખોવાયેલા હોવાના લાગ્યા પોસ્ટરો શહેરમાં લાગ્યા છે. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા હોવાના પોસ્ટર્સ લાગતા હાલ તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરના મોટા વરાછા અને યોગીચોક વિસ્તારમાં આ પોસ્ટર લાગ્યા છે.

આ વિસ્તારોમાં છેલ્લા થોડા સમયમાં ચીલઝડપના કિસ્સાઓ ઘણાં વધી ગયા છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ છે. અને આખરે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઠેર ઠેર ધારાસભ્ય ખોવાયા હોવાના પોસ્ટર્સ લગાવી દીધા છે.

 

READ  Top News Headlines @ 5 PM : 07-09-2017 - Tv9 Gujarati

સ્થાનિકોનું કહેવું છે કે તેમના ધારાસભ્ય નથી તેમને મળતા કે નથી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરતા તેવામાં આખરે તેમણે આ પગલું ભર્યું છે. આ પોસ્ટરમાં લખાયું છે કે ધારાસભ્ય મુકેશ પટેલ ચૂંટણી જીત્યા બાદ ખોવાઈ ગયા છે. આ વિસ્તારોમાંથી દરરોજના આશરે 10થી 12 મોબાઈલની ચીલઝડપ થાય છે, છતાં પણ જો ધારાસભ્ય ન દેખાય તો એવા નેતાનું શું કામ તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો છે.

READ  અમદાવાદના સરદારનગરમાં પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડા...મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સાથે જ સ્થાનિકોએ કહ્યું છે કે જો પ્રજાને મોઢું જ ન દેખાડવું હોય તો આના કરતા રાજીનામુ આપી દો.

જુઓ VIDEO:

[yop_poll id=1269]

Oops, something went wrong.
FB Comments