શું Truecaller પોતાના યુઝર્સ માટે ચેતવણી! કંપનીનું આ બગ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે

જો Truecaller એપ્લિકેશનનો વપરાશ કરો છો કે તેને ડાઉનલોડ કરવાના છો તો સાવધાન રહેવાની જરૂર છે. Truecallerના નામથી જાણીતી આ એપ્લિકેશનમાં એક ખતરનાક બગ આવી ગયું છે. આ બગના કારણે યુપીઆઈ પેમેન્ટ માટે તમે આપમેળે રજિસ્ટ્રેશન થઈ રહ્યા છો. અનેક યુઝર્સે આ મામલે ફરિયાદ કરી છે. યુઝર્સોનું કહેવું છે કે, Truecaller દ્વારા તેમના યુઝર્સને ICICI બેંકને એક મેસેજ કરવામાં આવે છે. જે UPI રજિસ્ટ્રેશન માટે હોઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે મણિશંકરે જે કહ્યું તેના પર ફરી બોલ્યા કે, મારી ભવિષ્યવાણી સાચી નહોતી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો હેરાન કરનારી બાબત એવી છે કે, આ મેસેજ Truecallerના એવા યુઝર્સને પણ મોકલવામાં આવે છે કે, જેઓનું ICICI બેંકમાં ખાતુ પણ નથી. યુઝર્સનું કહેવું છે કે, તેમની મંજૂરી વગર જ બેંકમાં તેમનું UPI રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોંગ્રેસના નેતા ઉદિત રાજે ચૂંટણી પંચની સાથે સુપ્રીમ કોર્ટ પર પણ ઈવીએમને લઈને ઉઠાવ્યા સવાલો!

Truecaller કંપનીએ આ વાતને સ્વીકારી છે કે, આ બધુ એક બગના કારણે થઈ રહ્યું છે. અને આ બગવાળા એપ્લિકેશનના વર્જનને પ્લે-સ્ટોરને હટાવી દીધા છે. કંપની પણ પોતાની સિસ્ટમમાં આ બગની તપાસ કરી રહી છે. Truecaller કંપનીએ 2017માં UPI પેમેન્ટ માટે ICICI બેંક સાથે ભાગીદારી કરી હતી.

[yop_poll id=”1″]

FB Comments