જમ્મૂ કાશ્મીરના આ 5 જિલ્લાઓમાં ફોન અને ઈન્ટરનેટ સેવાઓ શરૂ, કલમ 370 નાબૂદ કર્યા બાદ આ સેવાઓ થઈ હતી બંધ

gst-council-decided-to-increase-gst-on-mobile-phones

કાશ્મીરની ઘાટીના તે ક્ષેત્રોમાં બુધવારથી હાઈસ્કુલ ખુલ્લી ગઈ છે. જ્યાં પ્રતિબંધોમાં છુટ આપવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરમાં સુધરતી સ્થિતીને ધ્યાનમાં રાખીને મોટાભાગના વિસ્તારોમાં લેન્ડલાઈન ફોન સેવા શરૂ કરી દેવામાં આવી છે.

આ સેવાઓ જમ્મૂ કાશ્મીરના 5 જિલ્લાઓમાં ડોડા,કિશ્તવાડ, રામબન, રાજૌરી અને પુંછમાં શરૂ કરી દીધી છે. કલમ 370 હેઠળ જમ્મૂ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને ખત્મ કરવા અને રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવાના કેન્દ્ર સરકારના 5 ઓગસ્ટના નિર્ણય પછીથી BSNL બ્રોડબેન્ડ અને ઈન્ટરનેટ સહિત મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.

ઘાટીના 81 પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોની અવરજવર પરનો પ્રતિબંધ પણ હટાવવામાં આવ્યો છે. સ્કુલોની સ્થિતી પર જાણકારી આપતા શિક્ષણ નિયામક યૂનિસ મલિકે જણાવ્યું કે આખી ઘાટીમાં 3,037 પ્રાથમિક અને 774 મિડલ સ્કુલ ખોલી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશ્મીરમાં 90ના દાયકાથી બંધ આ સેવાને શરૂ કરવા જઈ રહી છે મોદી સરકાર!

શિક્ષણ નિયામકે કહ્યું કે ગયા અઠવાડિયે સ્કુલોમાં બાળકો અને શિક્ષકોની ઉપસ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાટીમાં સંદેશાવ્યવહાર પર પ્રતિબંધમાં થોડી છુટછાટ આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સાડા પાંચ કરોડ અંગ્રેજોની સુરક્ષા ગુજરાતી મૂળના મહિલા હસ્તક, બ્રિટેનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ સાથે જોડાયેલી ખાસ વાતો

 

જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાના નિર્ણય પછી લાગૂ થયેલા પ્રતિબંધોના કારણે ઘાટીની હાઈસ્કુલ 3 અઠવાડીયાથી વધારે સમયથી બંધ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે હાઈસ્કુલ ખોલી દેવામાં આવી છે. જો કે, આ શાળાઓમાં કર્મચારીઓની મર્યાદિત હાજરી જોવા મળી હતી.

[yop_poll id=”1″]

 

Lockdown reduces air pollution in Ahmedabad, AQI drops below 50 in many areas

FB Comments