મોબાઈલ નેટવર્કની સમસ્યાથી પરેશાન છો તો ઉપયોગી થશે આ નવો નિયમ

MNP Possible within 3 Days Know New Rule Of TRAI

મોબાઈલ ફોનના ગ્રાહકોને એમએનપીની સુવિધા આપવામાં આવે છે. જેના દ્વારા ગ્રાહકો પોતાના ઓપરેટરને બદલી શકે છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્કને લઈને સમસ્યાઓ આવતી હોય છે અથવા તો રિચાર્જ પેકેજની કિંમતને લઈને પણ MNP કરવામાં આવતી હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું છે MNPને લઈને સારા સમાચાર?

READ  ટાટા સ્કાઇ, ડિશ ટીવી, ઍરટેલ જેવા ડીટીએચ ઑપરેટરથી જો તમે છો પરેશાન તો થઈ જાઓ ખુશ, મોબાઇલ ઑપરેટરની જેમ હવે ડીટીએચ ઑપરેટર પણ ટૂંકમાં જ બદલી શકશો


જ્યારે પણ કોઈ ગ્રાહક MNP કરાવે તો તેને 7 દિવસ સુધી રાહ જોવી પડે છે. ધારો કે કોઈપણ વ્યક્તિને એક નેટવર્ક પ્રોવાઈડરમાંથી અન્ય પ્રોવાઈડર સાથે જોડાવું હોય તો એપ્લીકેશન કર્યા બાદ 7 દિવસ સુધી રાહ જોવી પડે છે. આ સમય ઘટાડીને હવે 2 દિવસ કરી દેવાયો છે. માત્ર 2 જ દિવસમાં મોબાઈલ ફોનના સિમ કાર્ડની કંપની બદલાઈ જશે.

READ  જો TRAI આ નવું પગલું લેશે તો ટી.વી ચેનલ મફ્તમાં જોઈ શકાશે નહી?

આ પણ વાંચો :   રાજકોટના પારસી ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર શખ્સનું પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ

ક્યારથી મળશે આ સુવિધા?


ટ્રાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 4થી 10 નવેમ્બર સુધી મોબાઈલ નંબર પોર્ટેબિલીટી કરી શકાશે નહીં. 11 નવેમ્બરથી પોર્ટેબિલીટી કરી શકાશે. જેમાં માત્ર 2 દિવસનો સમય લાગશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડું, બે ધારાસભ્યોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

 

કેવી રીતે બદલી શકશો સર્વિસ પ્રોવાઈડર? 

જો તમે કોઈ અન્ય કંપનીમાં જવા માગો છો તો તમારે તમારા મોબાઈલ ફોનથી 1900 પર ‘PORT Mobile Number’ મેસેજ કરવાનો રહેશે. જે બાદ નજીકના સર્વિસ પ્રોવાઈડરની દુકાને જઈને તમે કંપની ચેન્જ કરી શકો છો.

 

 

Oops, something went wrong.
FB Comments