અરવલ્લીના મોડાસાની યુવતીના અપમૃત્યુ કેસમાં Audio Clip વાઈરલ

અરવલ્લીના મોડાસાની યુવતીના અપમૃત્યુ કેસમાં રહસ્યનો હજુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ત્યારે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જે ઘણાં તાર જોડી રહી છે. આ ઓડિયો ક્લીપમાં મૃતક યુવતીની બે બહેનપણીઓ વાત કરતી હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઓડિયો ક્લીપમાં સૌથી પહેલો દાવો મૃતક યુવતીની બહેનપણી કરી રહી છે કે, તેણે મૃતક યુવતીને છેલ્લીવાર જોઈ હતી. અને તેણે જ સાયરા જતી રીક્ષામાં બેસાડી હતી. જે બાદ યુવતી ગાયબ થઈ ગઈ.

આ પણ વાંચોઃ અમિત શાહ, PM મોદી અને RSS પર ટિપ્પણી કરવાને અંગે આ ઈતિહાસકારને નોટિસ

આ ઓડિયોક્લીપમાં મૃતક યુવતીની બહેનપણી અને અન્ય સખીની માતા વચ્ચે વાતચીત થઈ રહી હતી. ઓડિયો ક્લીપ યુવતી ગાયબ થઈ તે જ દિવસની હોય, તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. આ જ વાતચીત દરમિયાન યુવતીની બહેનપણીએ તે દિવસે અંતિમક્ષણોમાં શું બન્યું તે પણ કહ્યું, જેમાં તે કહી રહી છે કે, મૃતક યુવતીનો તેમના પર ફોન આવ્યો. તે તેમને મળવા પહોંચ્યા. ત્યારે તે કોઈકની સાથે કારમાં હતી. કારમાં કોણ હતું. તેને તેઓ ઓળખતા નથી. તેવો દાવો પણ કરાયો છે. જે બાદ તેમની વચ્ચે રકઝક થઈ.. મૃતક યુવતી કારમાંથી ઉતરવા માગતી ન હતી. જો કે, બહેનપણીએ તેને જબરજસ્તી ઉતારી. જે બાદ, તે રીક્ષામાં બેસીને જતી રહી.

READ  9 killed at Ujjain Kumbh as tent collapses after heavy rainfall - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વાતચીત પરથી થોડી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જે રકઝક અને કારની વાત ચાલી રહી છે. તે કદાચ યુવતીના કહેવાતા CCTV હોઈ શકે. આ CCTV કદાચ તે જ સ્થળ અને કારના હોઈ શકે. જે અંગે મૃતક યુવતીની બહેનપણી વાત કરી રહી છે. તે મુજબ આ CCTVમાં તેની બહેન પણ દેખાઈ રહી છે. જો આ CCTV અને ઓડિયોક્લીપની વાતચીતને જોડીએ તો, પોલીસને રહસ્ય પરથી પડદો ઉઠે તેવી કડી મળી શકે.

READ  VIDEO: શ્રીનગરમાં વધુ એક આતંકી પ્રવૃતિ નાકામ, પોલીસ અને CRPFના જવાનોએ જૈશ-એ-મોહમ્મદના આતંકીને ઝડપી પાડ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ જ ઓડિયોક્લીપની વાતચીતમાં જેમના પર આરોપી છે. તે ચાર પૈકી એક યુવકના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. મૃતક યુવતીની બહેનપણીઓ જીગરના નામનો ઉલ્લેખ કરે છે. પોલીસ સામે જેમણે સરેન્ડર કર્યું છે. તેમાંથી એકનું નામ પણ જીગર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments