મોડાસા: યુવતીની હત્યા અને દુષ્કર્મનો કેસ, ઓડિયા ક્લિપથી ઉઠી રહ્યાં છે આ સવાલો

Modasa Dalit girl rape, murder case; Audio clip between her 2 friends raised questions

અરવલ્લીના મોડાસાની યુવતીના અપમૃત્યુ કેસમાં રહસ્યનો હજુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.  ત્યારે એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે  જે ઘણાં તાર જોડી રહી છે. પોલીસે આ ઓડિયો ક્લીપને આધારે તપાસ શરૂ કરી છે. જોકે  આ કેસમાં 4 આરોપીઓની સામે પોલીસે વિવિધ કલમો અનુસાર ગૂનો નોંધ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોડાસાની યુવતીના અપમૃત્યુ બાદ લોકો રસ્તા પર ઉતરીને રોષ વ્યક્ત કરી રહ્યાં છે.  ઘણા વિરોધ બાદ 3 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે મોતનું રહસ્ય હજુ વણઉકેલાયું રહ્યું છે. ત્યારે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જે અનેક નવા વળાંકો સામે લાવી રહી છે. આ ઓડિયો ક્લીપમાં મૃતક યુવતીની બે બહેનપણીઓ વાત કરતી હોય તેવું જણાઈ રહ્યું છે.  આ ઓડિયો ક્લીપમાં સૌથી પહેલો દાવો મૃતક યુવતીની બહેનપણી કરી રહી છે કે, તેણે મૃતક યુવતીને છેલ્લીવાર જોઈ હતી અને તેણે જ સાયરા જતી રીક્ષામાં બેસાડી હતી. જે બાદ યુવતી ગાયબ થઈ ગઈ. આ ચર્ચા તેણે અન્ય બહેનપણીની માતા સાથે પણ કરી છે તે ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

READ  સુરતમાં વધી રહ્યું છે કોરોના વાઈરસનું સંક્રમણ, જાણો કેટલાં નવા પોઝિટિવ કેસ નોંધાયા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઓડિયો ક્લિપ જે દિવસે યુવતી ગુમ થઈ તે જ દિવસની હોવાનું લાગી રહ્યું છે.  આ ઓડિયો ક્લિપથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. પહેલો સવાલ એ થાય કે શું મૃતક યુવતી પોતાની રીતે જ ક્યાંક ગઈ હતી? બીજો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું યુવતી કોઈ યુવકનો સંપર્કમાં હતી? તે કોની કારમાં પહોંચી હતી? શું યુવતીની બહેન અને બહેનપણી તે યુવકને ઓળખતી હતી કે નહીં?

READ  VIDEO: નાગિન-4નો નવો પ્રોમો આવ્યો સામે, જાણો કોણ બનશે નાગિન?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય જો ઓડિયો ક્લીપનો દાવો સાચો હોય તો રીક્ષામાં બેસી ગયા  બાદ યુવતી ક્યાં ગઈ?  તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે? સવાલ એ પણ છે કે, જો તે એકલી જ ગઈ તો પછી તેનું મોત કેવી રીતે થયું? શું કોઈએ રસ્તામાંથી તેનું અપહરણ કર્યું અને હત્યા કરી કે પછી યુવતીએ જાતે જ મોતને વ્હાલું કર્યું? આ ઘટનાને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત  પડયા છે. સમાજના અગ્રણીઓ ગુજરાતના વિવિધ શહેરોમાં રેલી કાઢીને ન્યાયની માગણી કરી રહ્યાં છે.

READ  મોડાસા નજીક એક યુવકને બાંધીને છરીની અણીએ આપી ધમકી, VIDEO થયો વાયરલ

આ પણ વાંચો :   અરવલ્લીના સાયરા યુવતીના અપમૃત્યુ કેસઃ PI એન.કે રબારીની બદલી કરાઈ

                           મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં 3 લોકોની ધરપકડ સાથે FSLએ કારમાંથી નમૂના લીધા

 

 

FB Comments