મોડાસામાં યુવતીના અપમૃત્યુનો કેસઃ મૃતકના પરિવારે રાજ્યના અગ્ર સચિવ સાથે કરી મુલાકાત

Modasa ma yuvtina death case: Girl na Family ae secretary sathe kari mulakat

અરવલ્લીના મોડાસામાં યુવતીના અપમૃત્યુ કેસમાં ન્યાયની માગણી સાથે મૃતકના પરિવારે રાજ્યના અગ્ર સચિવ સાથે મુલાકાત કરી. જેમાં ફરિયાદીના વકીલે રાજ્ય સરકાર સમક્ષ CID તપાસની માગ સહિત, અન્ય કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી. પરિવારે માગ કરી છે કે, જે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાંથી કેટલાક આરોપીઓ હજુ ફરાર છે. જેથી પીડિતાના પરિવારના જીવને હજુપણ જોખમ છે. તેથી આ પરિવારને હથિયાર ધારી પોલીસનું રક્ષણ આપવામાં આવે.

READ  નાગરિકતા કાયદાના વિરોધ: અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો, બસના કાંચ તોડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ વડોદરામાં CAAના સમર્થનમાં ભાજપનો અનોખો પોસ્ટ કાર્ડ કાર્યક્રમ! આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા

જોકે સ્થાનિક પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાથી આ સમગ્ર મામલાની તપાસ CID દ્વારા કરવામાં આવે. આમ વિવિધ મુદ્દાઓ સાથે આજે રાજ્યના અગ્ર સચિવ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામા આવી છે. જોકે પરીવારજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો એક સપ્તાહમાં માગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે ન્યાયની માગ સાથે ગાંધીનગરમાં એક મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

READ  અરવલ્લી: મોડાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments