વિશ્વ કોરોના વાઈરસની રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે આ 2 કંપની આપી શકે છે ખુશખબર

moderna-inc-to-begin-final-stage-of-testing-in-july

કોરોના વાઈરસની રસી શોધવા માટે ઘણાં દેશમાં પ્રયત્ન ચાલી રહ્યાં છે. આ બધાની વચ્ચે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ કોરોના વાઈરસની રસીનું અંતિમ તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. જૂલાઈ મહિનામાં આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને 30 હજાર લોકો પર પરિક્ષણ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Coronavirus update: India's COVID-19 count tops 2.76 lakh

આ પણ વાંચો :  દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

READ  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 498 કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વેક્સિનનના પરિક્ષણ દરમિયાન અમુક લોકોને ડમી શોટ આપવામાં આવશે જ્યારે અન્ય લોકોને રિયલ શોટ આપવામાં આવશે. જેના પરથી તારણ મેળવી શકાશે કે રસી કેટલી કારગર છે અને ક્યાં સમૂહના લોકો વધારે સંક્રમિત છે. આ કંપનીએ અંતિમ તબક્કા માટે 100 માઈક્રોગ્રામનો ડોઝ તૈયાર કર્યો છે. આ સિવાય 50 કરોડ ડોઝની ડિલીવરી પણ દુનિયામાં કરવામાં આવશે અને તેની તૈયારી રાખવામાં આવી છે. કંપની આ ડોઝ તૈયાર સ્વિસની ડ્રગમેકર લોન્ઝા કંપની સાથે મળીને કરશે.

READ  રાજ્યસભાનો જંગ : કોંગ્રેસમાં પડી ફૂટ?, 2 MLA રાજીનામું આપે તેવી શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનની કંપની પણ રસીનું કરશે 90 હજાર લોકો પર પરિક્ષણ
ચીનની બાયોટેક કંપની સિનોવેક પણ કોરોના વાઈરસની રસી તૈયાર કરી રહી છે. આ કંપની બ્રાઝિલના લોકો પર અંતિમ તબક્કકાનું પરિક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ કોરોના વાઈરસથી ગંભીર રીતે પ્રભાવિત છે ત્યારે બ્રાઝિલની સરકારે આ પરિક્ષણ માટે મંજૂરી આપી છે. અગાઉ પણ ચીનની કંપનીએ કહ્યું હતું કે તેઓ રસી તો બનાવી શકે છે પણ કોઈ દેશ દર્દી પર પરિક્ષણની મંજૂરી નથી આપી રહ્યો. આમ ચીનની રસીનું પરિક્ષણ બ્રાઝિલમાં કરવામાં આવશે.

READ  1999માં આવેલા સાઈક્લોન બાદ સૌથી શક્તિશાળી ફેની વાવાઝોડાએ ઓડિશાની આવી હાલત કરી દીધી, 16 લોકોના મૃત્યુ

 

Oops, something went wrong.
FB Comments