મોદી સરકારે નવા વર્ષે કર્યું આવું કંઇક કે જેથી દેશની 25 કરોડ મહિલાઓ થઈ જશે ખુશ

સમગ્ર દેશ વર્ષ 2019ને આવકારવા આતુર છે, ત્યારે મોદી સરકારે દેશવાસીઓને નવા વર્ષની મોટી અને શાનદાર ગિફ્ટ આપી છે.

મોંઘવારીના મારથી પીડાતી પ્રજા માટે સોંઘવારી જેવી સારી ગિફ્ટ શું હોઈ શકે ? તેમાં પણ જો ઘરનો ચૂલ્હો સળગાવવો સસ્તો બની જતો હોય, તો ભયો ભયો.

મોદી સરકારે 2019ની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને રાંધણ ગૅસના ભાવમાં ઘટાડો કરી સોંઘવારીની ગિફ્ટ આપી છે. દેશમાં 25 કરોડ પરિવારો છે અને આ પરિવારોની 25 કરોડ મહિલાઓ ચોક્કસ મોદી સરકારના આ ગિફ્ટથી ખુશખુશાલ થશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગૅસના ભાવમાં ઘટાડા અને અમેરિકન ડૉલર સામે રૂપિયો મજબૂત થતા સતત બીજા મહિને રસોઈ ગૅસના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

નવા ભાવ મુજબ સબસીડી વગરના ગૅસ સિલિંડરના ભાવમાં 120.50 રૂપિયા અને સબસીડી વાળા ગૅસ સિલિંડરના ભાવમાં 5.91 રૂપિયાનો ઘટાડો થયો છે.

દેશની અગ્રણી ઑયલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઑયલ કૉર્પોરેશન (આઈઓસી) તરફથી સોમવારે નવા દરો જાહેર કરવામાં આવ્યા. આ ઘટાડેલા નવા ભાવ 1 જાન્યુઆરીથી લાગુ થશે.

ભાવમાં ઘટાડો થયા બાદ સબસીડી વગરના ગૅસ સિલિંડરનો ભાવ હવે 809.50 રૂપિયાના સ્થાને 689 રપિયા થઈ ગયો છે.

નોંધનીય છે કે સરકાર એક નાણાકીય વર્ષ દરમિયાન રાંધણ ગૅસ ઉપભોક્તાને 12 સિલિંડર સબસીડી દરે ઉપલબ્ધ કરાવે છે. તેનાથી વધુ માંગ હોવા પર ગ્રાહકે સબસીડી વગરના ભાવ ચુકવવાના હોય છે.

આઈઓસીએ સબસીડી વાળા ગૅસ સિલિંડરના ભાવમાં 5.91 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે સબસીડી વાળું સિલિંડર 500.90 રૂપિયાના સ્થાને 494.99 રૂપિયામાં મળશે.

સબસીડી વગરના રાંધણ ગૅસના ભાવમાં ડિસેમ્બરમાં 133 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. આ સાથે જ બે મહિનામાં 253.50 રૂપિયાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે સબીડી વાળા ગૅસ સિલિંડરના ભાવમાં બે મહિનામાં 12.43 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: 2 arrested for smuggling liquor in tempo truck| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

ન્યુ યર સેલિબ્રેશન : રેડ લાઇટ એરિયામાં પોલીસે ગોઠવવો પડે છે જડબેસલાક બંદોબસ્ત

Read Next

WELCOME 2019: ન્યૂઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન અને ફ્રાન્સમાં આવી રીતે થઈ નવા વર્ષની ઉજવણી , જુઓ VIDEO

WhatsApp પર સમાચાર