ડુંગળીના ભાવને કાબૂમાં લેવા માટે સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વાંચો ખબર

ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેના લીધે સરકાર પણ હરકતમાં આવી છે. દેશભરમાં ડુંગળીનો ભાવ વધવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિ કિલો ક્યાંક 80 તો ક્યાંક 60 રુપિયા ભાવથી ડુંગળી વેચાઈ રહી છે. આમ અચાનક જ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાના લીધે સરકાર પણ ચિંતામાં આવી ગયી છે અને તાત્કાલિક એક્શન લીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  DGP શિવાનંદ ઝાએ કહ્યું, પોલીસ સાથે ગેરવર્તુણક નહીં ચલાવી લેવાઈ, જુઓ VIDEO

 

 

સરકારે અંતે સ્થિતિને કાબૂમાં લેવા માટે ડુંગળીના નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય બાદ હવે ડુંગળીનો જથ્થો દેશની બહાર વેચી શકાશે નહીં. દિલ્હી સરકારે પોતાના સ્ટોકમાંથી 24 રુપિયા પ્રતિકિલો ડુંગળી વેચવાનું દિલ્હીમાં શરુ કરી દીધું છે. સરકાર મોબાઈલ વેન દ્વારા આ વેચાણ કરી રહી છે.

READ  રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, યાર્ડમાં જગ્યા ઓછી પડતાં ડુંગળીની આવક બંધ કરાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવી રહી છે જેના લીધે જો ભાવમાં સતત ભડકો રહે તો સરકારને લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે તેમ છે. આ કારણે જ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે કેન્દ્ર સરકારની પાસે પર્યાપ્ત માત્રામાં ડુંગળીનો સ્ટોક છે અને તેઓ આ સ્ટોકને અલગ અલગ રાજ્યોમાં મોકલી રહ્યાં છે.

READ  ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ

તમને જણાવી દઈએ કે એક ઈતિહાસ એવો પણ રહ્યો છે કે ડુંગળીના ભાવ વધારાને લીધે સરકારની સત્તા પણ પડી શકે. આમ ડુંગળીના ભાવને લઈને સરકાર હરકતમાં આવી છે તો દિલ્હીમાં સરકારે 24 રુપિયાના પ્રતિકિલો દરે ડુંગળી વેચવાનું શરુ કરી દીધું છે. કેન્દ્ર સરકારે અછતને ટાળી શકાય અને માર્કેટમાં સ્ટોક જળવાઈ રહે તે માટે નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 

Oops, something went wrong.
FB Comments