રામ મંદિર નિર્માણ માટેની કાયદાકીય લડાઈ જીતવા મોદી સરકારે કસી કમર

Ram Mandir PM Modi
Ram Mandir PM Modi

લોકસભા ચૂંટણી 2019 પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થાય, તેના માટે મોદી સરકાર અને યોગી સરકાર કમર કસી રહી છે. સુપ્રીમ કોર્ટમાં જાન્યુઆરીમાં રામ મંદિર મુદ્દે મહત્વની સુનાવણી થવાની છે, ત્યારે મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર નિર્માણના પક્ષમાં સંપૂર્ણ તાકાત સાથે પોતાનો પક્ષ રાખવાની તૈયારી શરુ કરી છે.

પ્રસ્તાવિત રામ મંદિર
પ્રસ્તાવિત રામ મંદિર

મોદી સરકારની સાથેસાથે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે મજબૂત દાવો રજૂ કરી શકે છે.

મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી
મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દૂ પરિષદ્ અને સાધુસંતોએ મોદી સરકાર પર લોકસભા ચૂંટણી 2019 પહેલા રામ મંદિર બાંધવાનું દબાણ કરી રહ્યા છે. એવામાં ભાજપ અને મોદી સરકાર બંને ભીંસમાં છે, કારણ કે એક તરફ સાથી સંગઠનો દબાણ કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે ભાજપ રામ મંદિરનો મુદ્દો ભૂલી ગયો છે.

આ તમામ પરિસ્થિતિઓમાંથી ઉગરવાનો ભાજપ અને મોદી સરકારને એક જ માર્ગ દેખાય છે અને એ માર્ગ છે કે રામ મંદિર બાંધવા માટે સુપ્રીમ કોર્ટ માર્ગ મોકળો કરે. મોદી સરકાર રામ મંદિર માટે વટહુકમ લાવવાની ઉતાવળ એટલા માટે નથી કરવા માંગતી, કારણ કે તે ઇચ્છે છે કે વટહુકમ વગર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કામ ચાલી જાય, તો સારુ છે.

એટલે જ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના પક્ષમાં મજબૂતાઈ સાથે દલીલો મૂકવાની તૈયારી કરી છે. કહેવાય છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર બાંધવાના પક્ષમાં દલીલો કરશે. ભાજપ અને મોદી સરકાર બંને રણનીતિ એ છે કે સુપ્રીમ કોર્ટ રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપે, તો લોકસભા ચૂંટણી 2019માં તે હિન્દુ મતોને પોતાના તરફ આકર્ષિત કરી શકે.

[yop_poll id=322]

READ  ગુજરાતની APMCમાં 22 જૂનના રોજ શું રહ્યા ભાવ, જાણો જુદા-જુદા પાકોના ભાવ

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Workers of Alang Ship breaking yard sit on dharna over various demands, Bhavnagar

FB Comments