ચૂંટણી-પ્રચાર: હવે સુરતના વેપારીઓએ મોદી સરકારની વિવિધ યોજનાની માહિતી આપતી સાડી છાપવાનું શરુ કર્યું

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે હવે રાજકીય પક્ષોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે સુરતના વેપારીઓ  પણ રાજકીય પક્ષોને લઈને સમર્થન કરતી સાડીઓ છાપી રહ્યાં છે. 

અગાઉ પણ આ ડિઝાઈનની સાડી માર્કેટમાં આવેલી

હવે સુરતના અભિનંદન માર્કેટમાં કાપડના વેપારી જીતેન્દ્ર સુરાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળી સાડી બનાવીને અનોખો પ્રચાર કરવાનો રસ્તો અપનાવ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થતા જ ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદીના ફોટોવાળી સાડી બનાવી છે. હાલમાં મેક ઇન ઇન્ડિયા, આયુષ્યમાન ભારત, સૌભાગ્ય યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, સ્વચ્છ ભારત, પ્રધાનમંત્રી ઉજવાલલા યોજના સહિતની વિવિધ યોજનાઓવાળી પ્રિન્ટની સાડીઓની માગ વધારે છે.

 

READ  રોહિત શર્માએ ફટકારી સિક્સ અને ફેનને વાગ્યો બોલ, ત્યારબાદ શર્માએ કર્યુ કંઈક એવુ કે ફેન થઈ ગઈ 'ખુશખુશાલ'

સાડા 5મીટરની આ સાડી 4 કે 5 દિવસમાં જ તૈયાર કરીને દુકાનમાં મૂકી દેવામાં આવી છે. કાપડના વેપારીઓનું કહેવું છે કે આ પ્રિન્ટથી અને આવી ગુણવત્તા વાળી સાડી અત્યાર સુધી બનાવવામાં આવી નથી. આ સાડીમાં મોદી સરકારની યોજનાઓની સાથે સાથે એર સ્ટ્રાઈક બાદ વધુ લોકપ્રિયતા મેળવનાર વડાપ્રધાન મોદીનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે.

READ  VIDEO: ટ્રાફિક નિયમોના ધજાગરા, એક રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભર્યા 20 બાળકો

Oops, something went wrong.

FB Comments