મોદી સરકારનો એ હથોડો કે જેની રાજકીય-આર્થિક પંડિતો ટીકા નથી કરતા થાકતાં, તેણે બેઈમાનોની ધૂળ કાઢી નાખી, ચૂંટણી પહેલા અનેક નેતાઓની પોલ ખુલશે મોદી સરકાર

8 નવેમ્બર, 2016 એટલે ભારત માટે એક ઐતિહાસિક દિવસ. આ જ એ દિવસ હતો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગ્યે નોટબંધી જાહેર કરી હતી.

રૂપિયા 500 અને 1000ની નોટો પર રાતોરાત પ્રતિબંધ મૂકવાની મોદીની જાહેરાત બેઈમાનોને દોડતા કરી દીધાં. જોકે ત્યાર બાદ નોટબંધીની ઘણી વગોવણી થઈ. રાજકીય અને આર્થિક પંડિતો આજ સુધી નોટબંધીની ટીકા કરતા નથી થાકતાં, પરંતુ નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ ભાષણ દરમિયાન આપેલા આંકાડાઓથી સાબિત થાય છે કે નોટબંધી એક દમદાર પગલું હતું.

આ પણ વાંચો : જો તમે WHATSAPP યૂઝર્સ છો, તો એક ધમાકેદાર IDEA બદલી નાખશે આપની દુનિયા, મળશે પૂરા 35,60,000 રૂપિયા

પીયૂષ ગોયલે કહ્યું બજેટ પ્રવચન દરમિયાન કહ્યુ હતું કે નોટબંધી બાદ 1 કરોડથી વધુ લોકો એવા સામે આવ્યા કે જેમણે પહેલી વાર આવકવેરો ચુકવ્યો. ટૅક્સ ચુકવનારાઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. નોટબંધીથી 1.36 લાખ કરોડ રૂપિયાનો ટૅક્સ મળ્યો.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત

આ પણ વાંચો : બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 6 જેટલા લોકોના મોત અને 13થી વધુ ઈજાગ્રસ્ત, જાણો હેલ્પલાઇન નંબર

તેમણે કહ્યું હતું કે મોદી સરકાર કાળા નાણાને લઈને ગંભીર છે અને નોટબંધીથી કાળુ નાણુ બહાર આવ્યાનો પીયૂષ ગોયલે દાવો પણ કર્યો. તેમનો આ દાવો ખોટો પણ નથી, કારણ કે નોટબંધી બાદ 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાની અઘોષિત મિલકતો કરના દાયરામાં આવી છે. તેમાં 50 હજાર કરોડની સંપત્તિઓ જપ્ત કરાઈ ચુકી છે. કર ચોરી અને રોકડ રાખનાર આવકના સ્રોતો બતાવવા માટે મજબૂર બન્યા છે.

ચૂંટણી પહેલા BLACK MONEY ધરાવતા અનેક નેતાઓનો ખુલાસો કરશે મોદી સરકાર

મોદી સરકાર દેશમાં નોટબંધી બાદ બ્લૅક મની ધરાવનારાઓ પર કસંજો કસ્યા બાદ હવે વિદેશમાં જમા બ્લૅક મની પર ગાળિયો કસવાની તૈયારીમાં છે. અત્યાર સુધી 154 દેશો સાથે સમજૂતીઓમાં તમામ માહિતીઓ નાણા મંત્રાલયના ગુપ્તચર વિભાગ પાસે પહોંચી ચુકી છે. 5000 જેટલા દસ્તાવેજો 100થી વધુ દેશો સાથે શૅર કરાયા છે. તેમાં વિવિધ ટૅક્સ હેવન દેશોમાં જમા ભારતીયોના કાળા નાણાની માહિતી ભારતને મળી છે. હાલમાં સરકારી એજન્સીઓ કડીઓ મેળવવામાં લાગેલી છે. કહેવાય છે કે લોકસભા ચૂંટણી 2019 પહેલા ઘણા એવા નામોના ખુલાસા કરવામાં આવશે કે જે રાજકારણમાં અને વિદેશોમાં તેમના દ્વારા મોટા પાયે કાળુ નાણુ એકત્ર કરવામાં આવ્યું છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું 'મિશન શક્તિ' છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

નાણાકીય ગુપ્તચર વિભાગ (FIU), ગંભીર વિશ્વાસઘાત નાણાકીય કાર્યાલય (SFIO), પ્રવર્તન નિદેશાયલ (ED) અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ (CBDT) સહિત ઘણી એજન્સીઓ મહેસુલ સચિવના નેતૃત્વમાં આ પાસા પર કામ કરી રહી છે. નાણા મંત્રાલય મુજબ અત્યાર સુધી 90 દેશો દ્વારા મહત્વના દસ્તાવેજો ભારત સાથે શૅર કરાયા છે કે જે કર ચોરી જેવા પાસાઓથી સંબંધિત છે.

મોદી સરકારના એક્શનથી ઘટી બ્લૅક મની

ગયા વર્ષે સ્વિસ બૅંક BIS દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં કહેવાયુ હતું કે 2017માં બ્લૅક મનીમાં 34.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. મોદી સરકારમાં બ્લૅક મની 80 ટકા ઘટી છે. નોટબંધી બાદ નાણા મંત્રાલયે ટૅક્સ હેવન દેશોમાં જમા બ્લૅક મનીની ભાળ મેળવા અમેરિકા, યૂરોપ, દક્ષિણ પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયા સહિત તમામ દેશો સાથે સમજૂતી કરી હતી.

READ  ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઇ, રાજ્યસભાના રણસંગ્રામ પહેલા રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ

આ જ ક્રમમાં આતંકવાદી સંગઠનોને થતા ફંડિંગ વિરુદ્ધ અમેરિકા આગળ આવતા બ્લૅક મની વિરુદ્ધ સમજૂતી પ્રક્રિયાને બળ મળ્યું. બીજી બાજુ સીબીડીટી. એફઆઈયૂ, ઈડી અને સીબીઆઈ સહિત વિવિધ કેન્દ્રીય એજન્સીઓની મદદથી 6900 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિઓ અને 1600 કરોડ રૂપિયાની વિદેશી પરિસંપત્તિઓ જપ્ત કરાઈ. કૉર્પોરેટ મંત્રાલયે 3.38 હજાર કરોડ શેલ કંપનીઓની ઓળખ કરી. ચાર વર્ષમાં લગભગ 11 હજાર કંપનીઓ સામે રજિસ્ટ્રાર ઑફ કંપની (ROC)એ ખટલો શરુ કર્યો, જ્યારે 271 વિરુદ્ધ સઘન તપાસ કરાઈ છે.

[yop_poll id=1015]

Oops, something went wrong.
FB Comments