પાકિસ્તાનમાં કેમ છે મોદી સરકારને લઈને ફફડાટ ? પાકિસ્તાની પ્રધાનને કેમ સતાવે છે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકનો ભય ?

પાકિસ્તાન સપ્ટેમ્બર-2016માં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને ભૂલ્યું નથી અને તેને હજી પણ ભય છે કે ભારતની મોદી સરકાર લોકસભા ચૂંટણી 2019 પહેલા વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે.

ભારતમાં એપ્રિલ-મેમાં લોકસભા ચૂંટણી થનાર છે અને તેની ચર્ચા પાકિસ્તાનમાં પણ થઈ રહી છે. પાકિસ્તાની રેલવે પ્રધાન શેખ રાશિદે ચૂંટણીને સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડી દિધી છે.

શેખ રાશિદનું કહેવું છે કે ભારતના સત્તારૂઢ પક્ષ ભાજપ લોકસભા ચૂંટણીથી પહેલા પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપી શકે છે.

રાશિદના નિવેદનમાં ભય અને ફફડાટ સ્પષ્ટ સમજી શકાય છે. ગત ગુરુવારે રાશિદે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું, ‘ભારત એલઓસી પર સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. શક્ય છે કે તે સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપી દે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે પોતાની વોટ બૅંકને જવાબ આપવાનો છે અને તેને સંતુષ્ટ કરવાની છે તથા પાકિસ્તાન વિરોધી કૅમ્પેનની આશા જ એવા સમયે કરવામાં આવી શકે છે.’

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રાશિદનું માનીએ, તો ચાલુ મહિનામાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આવેલા પરિણામોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે હારનો સામનો ન કરવો પડે, એટલા માટે મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઇકનો સારો લઈ શકે છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Junagadh : Meeting held between Sadhu & 3 ministers for upcoming Shivratri Kumbh Mela

FB Comments

Hits: 78

Comments are closed, but trackbacks and pingbacks are open.