કિસમેં કિતના હૈ દમ… લોકસભા ચૂંટણી પહેલા આકાશમાં સર્જાશે રાજકીય યુદ્ધ

આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષના પ્રચાર માટે અવનવી તરકીબો અપનાવવામાં આવતી હોય છે. જેમાં હાલ સોશિયલ મીડિયાનું માધ્યમ આ પ્રચાર પ્રસાર માટે હોટ ફેવરિટ છે. પણ તેની સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા તહેવારોને પણ પોતાના પ્રચારનું માધ્યમ બનાવ્યું છે.

જીહાં રાજકીય પક્ષો દ્વારા આ વખતે આગામી ઉત્તરાયણના તહેવારને પણ પોતાના પક્ષના પ્રચાર માટેનું માધ્યમ બનવવામાં આવ્યું છે. આગામી ઉત્તરાયણના તહેવારમાં પ્રધાનમંત્રી નરેન્અદ્નેર મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ફોટો ધરાવતી પતંગો બઝારમાં આવી ગઈ છે.

READ  ટ્રમ્પ આવે છે! AMCએ 17 જેટલાં રસ્તાઓને સુપરફાઈન બનાવવાની કામગીરી શરુ કરી
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પંચમહાલ જિલ્લાના ગોધરાના પતંગ બઝારમાં હાલ મોદી વર્સીસ રાહુલ ગાંધી તેવું લખાણ ધરાવતી તેમજ બંનેના ફોટો છાપેલી પતંગોનું વેચાણ હાલ જોવા મળી રહ્યું છે.  સાથે સાથે હાલ વર્તમાનમાં ચાલી રહેલા રામ મંદિરના મુદ્દાને પણ પતંગમાં આવરી લેવામાં આવ્યો છે. રામ ના લખાણ ધરાવતી પતંગનું પણ હાલ બઝારમાં વેચાણ થઈ રહ્યું છે.

READ  Banaskantha : Mumbai's man donates 522 gm Gold worth Rs. 15.16 lakh to Ambaji temple's trust

ત્યારે આગામી લોકસભાની ચૂંટણીના યુદ્ધ પહેલા ઉત્તરાયણના તહેવારે આકાશી રાજકીય યુદ્ધ થશે તે નક્કી છે.

[yop_poll id=547]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments