જો આપ દેશના 11 કરોડ 80 લાખ લોકોમાં સામેલ છો, તો બૅંકમાં કંઈ પણ ગિરવે મૂક્યા વગર મેળવી શકશો 1 લાખ 60 હજાર રૂપિયા સુધીની લોન

ભારતીય રિઝર્વ બૅંક (RBI)ની મૌદ્રિક નીતિ સમિતિ (MPC)એ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે હવે રેપો રેટ 6.50 ટકાથી ઘટી 6.25 ટકા થઈ ગયો છે. એમપીસીના છમાંથી ચાર સભ્યોએ રેપો રેટમાં કપાતનું સમર્થન કર્યું. નવી મૌદ્રિક નીતિ હેઠળ રિવર્સ રેપો રેટ ઘટીને 6 ટકા, જ્યારે બૅંક રેટ 6.50 ટકા પર આવી ગયો છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરતા ખેડૂતોને મળતી લોનની લિમિટ પણ વધારી છે. હવે ખેડૂતોને કોઈ પણ ગૅરંટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. અત્યાર સુધી આ લિમિટ 1 લાખ રૂપિયા સુધીની હતી. તેના માટે ટૂંકમાં જ નોટિસ જાહેર કરાશે.

સસ્તી થશે લોન

રેપો વ્યાજનો તે દર છે કે જેના પર રિઝર્વ બૅંક બૅંકોને ફંડ ઉપલબ્ધ કરાવે છે. રેપો રેટ ઘટવાથી બૅંકોને આરબીઆઈમાંથી સસ્તું ફંડિગ પ્રાપ્ત થઈ શકશે. તેથી બૅંકો પણ હવે ઓછા વ્યાજ દરે લોન ઑફર કરી શકશે. આનાથી નવી લોન સસ્તી થશે, જ્યારે લોન લઈ ચુકેલા લોકોને કાં તો EMIમાં અથવા રીપમેંટ પીરિયડમાં કપાતનો ફાયદો મળી શકે છે.

આરબીઆઈએ આ નિર્ણય મીડિયમ ટર્મમાં ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI) આધારિત છુટક મોંઘવારી દરને 4 ટકા (2 ટકાથી વધુ) સુધી રાખવાના લક્ષ્યને જોતા લીધા છે. ખાદ્ય કિંમતોમાં સતત ઘટાડાના કારણે ફુગાવો ડિસેમ્બર 2018માં 2.19 ટકા રહ્યો કે જે 18 માસની સૌથી નિચલી સપાટી છે.

જુઓ VIDEO :

RBI: Repo rate reduced by 25 basis points, now at 6.25 from 6.5 per cent #TV9News

RBI: Repo rate reduced by 25 basis points, now at 6.25 from 6.5 per cent#TV9News

Posted by TV9 Gujarati on Wednesday, February 6, 2019

[yop_poll id=1169]

Rathyatra 2019 Special : 'Maro Helo Sambhlo Jagannath by Arun Rajyaguru |Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતા મંદિર, પાટીદારોએ ખોલ્યો ખજાનો, માત્ર 3 કલાકમાં એકઠા કરી નાખ્યા 150 કરોડ, 4 માર્ચે PM મોદી શિલાન્યાસ : જુઓ VIDEO

Read Next

ભારતીય રાજકારણનું સૌથી અનોખું દ્રશ્ય જોવા મળ્યું અમરેલીમાં, જનતાની સમસ્યાને લઈને ભાજપ-કોંગ્રેસ નેતા આવ્યા એકસાથે, શું કેન્દ્રમાં પણ ક્યારેય ભાજપ-કોંગ્રેસ આવશે એકસાથે?

WhatsApp પર સમાચાર