VIDEO: જુનાગઢ સહિત માંગરોળમાં સવારથી મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા ગોઠણડૂબ પાણી

જૂનાગઢમાં સવારથી હળવા ઝાપટા બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તો માંગરોળ પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ધોબીવાડા અને વણકરવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

ઘૂંટણસમા પાણી ભરાતા અને વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેશોદમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. મેધલ નદીમાં નવા નીર આવતા માળીયા હાટીના તાલુકાની જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પુલવામા હુમલાના શહીદોના આત્માને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments