અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, જુઓ VIDEO

પ્રતીકાત્મક તસ્વીર

અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા અને ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. વિજયનગર પંથકમાં ધીમા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: સંજય દત્તની દીકરીના બોયફ્રેન્ડનું થયું મોત, સોશિયલ મીડિયામાં લખી આવી ઈમોશનલ પોસ્ટ

છોટા ઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે અવિરત વરસાદ વરસતા બોડેલીના રામનગર વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો આ તરફ દાહોદ પંથકમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો. દાહોદના લીમડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. આ તરફ સમગ્ર અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  Primary Teachers Recruitment case;Guj HC orders Govt to fill 20% vacant seats by waiting list-Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments