VIDEO: મુંબઈમાં મોડી રાતથી મૂશળધારે વરસાદ વરસી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ

Mumbai rain

મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ માયાનગરીને ફરી એકવાર ઘમરોળી છે. નીચાણવાળા મોટાભાગના વિસ્તરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર પણ કેટલું પાણી ભરાઈ ગયું છે. જાણે કે રસ્તો જ સમુદ્ર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ નવરંગપુરામાં સુસાઇડ નોટ લખ્યા બાદથી ગુમ બે કોન્સ્ટેબલની હજુ કોઈ ભાળ મળી નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આખા દેશની 'ભાભીજી' એ કોંગ્રેસનો પકડ્યો હાથ, હવે કોમેડીની જગ્યાએ રીયલ લાઈફમાં કરશે નેતાગીરી

 

મુંબઈના નાલાસોપારા, વિરાર, વસઈ, ભાયંદર, મલાડ, જોગેશ્વરી, સાન્તાક્રૂઝ, બાન્દ્રા અને પરિસરમાં ભારે વરસાદ વરસ્યો હતો. દાદરના હિંદમાતા, કિંગસર્કલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ સિવાય મુંબઈ લોકલની હાર્બર લાઈન પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે મુંબઈમાં આજે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments