VIDEO: રાજકોટ મહાનગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર એક ઈંચ વરસાદે ધોઈ નાખ્યો

રાજકોટ મહાનગર પાલિકાનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર એક ઈંચ વરસાદે ધોઈ નાખ્યો છે. રાજકોટમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા જાણે કે શહેરીજનો લાચાર બની ગયા છે. શહેરના લક્ષ્મીનગર વિસ્તારનું નાળુ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. વરસાદી પાણીના નિકાલ માટે જાણે કે મનપાએ કોઈ જ આયોજન ન કર્યું હોય તે રીતે લાચારી સ્પષ્ટપણ જોવા મળી.

READ  Man stabbed to death in broad daylight im Unn-Bhindi Bazar, Surat

આ પણ વાંચોઃ ભારત સરકાર ટૂંક સમયમાં બનાવશે WhatsApp અને EMail જેવી સર્વિસ, સાઈબર વૉરના ખતરાથી સામે તૈયારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લક્ષ્મીનગર નાળુ વરસાદી પાણીના ભરાવાના લીધે બ્લોક થઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી પડ્યો. નાળાની બંને બાજુએ વાહનો આવીને અટકી જાય છે, અને ફરજિયાત પણે વાહન પરત લેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી બચતો. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે રાહદારીઓ અને સ્થાનિકો સૌ કોઈ પરેશાન છે. લોકોના મોઢે બસ એક જ સવાલ છે, કે તંત્ર તેમને આવી દયનીય હાલતમાંથી ક્યારે છૂટકારે અપાવશે ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments