વર્ષાઋતુમાં ગિરનારે લીલી ચાદર ઓઢી છે ત્યારે પ્રાચીન જટાશંકર મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓ તથા સહેલાણીઓની ભીડ ઉમટી છે

સૌરાષ્ટ્રમાં મેઘમહેર જામી છે. મેઘરાજાની સવારીથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વર્ષાઋતુમાં જૂનાગઢમાં ગિરનારનો રમણીય નજારો આહલાદક અનુભૂતિ કરાવે છે. ગિરનારની પર્વતમાળાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સહેલાણીઓને ખુશખુશાલ કરી દે છે.

આ પણ વાંચો: ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવરમાં પાણીની સૌથી વધુ આવક, ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો

વરસાદના લીધે ગિરનારનું પાણી તળેટીમાં ઝરણા મારફત આવતુ હોય છે ત્યારે ગિરનારની ગોદમાં રમણીય નજારો જોવા મળી રહ્યો છે. ગિરનારના ખોળામાં આવેલા પ્રાચીન જટાશંકર મહાદેવ મંદિર આસપાસ આવેલા ઝરણામાં પાણીના ધોધ વહેતા જોવા મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખળખળ વહેતા ઝરણા એક અલૌકિક અને અદભૂત દ્રશ્યોનું નિર્માણ કરે છે. માત્ર ચોમાસા દરમિયાન જ આવા મનને ભાવે તેવા દ્રશ્યો અને વહેતા ઝરણાનો નજારો જોવા લોકોની ભીડ જામે છે. એક બાજુ કુદરતી સૌંદર્ય અને બીજી બાજુ પવિત્ર શ્રાવણ માસમાં શિવના દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુઓ તથા સહેલાણીઓની ભીડ ઉમટી પડે છે.

READ  LRD પેપર લીકમાં સામે આવ્યું રાજકીય કનેક્શન, PSI સહિત ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments