દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ વહેલું બેસવાની હવામાન વિભાગની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસુ ક્યારે શરૂ થશે

Monsoon may arrive early this year Desh ma chalu varshe chomasu vehlu besvani havaman vibhag ni aagahi jano gujarat ma chomasu kyare sharu thase
પ્રતીકાત્મક તસ્વીર

હવામાન વિભાગે ચોમાસા અંગે સારી આગાહી કરી છે. જે મુજબ આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વહેલું આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળના અખાતમાં દક્ષિણ-પૂર્વ ક્ષેત્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં બુધવારે સવારે લો પ્રેશરના બે ઝોન બન્યા છે. ચોમાસુ 15 મેએ બંગાળના દક્ષિણી અખાતના મધ્ય ભાગોમાંથી આગળ વધીને શ્રીલંકા પહોંચશે. 16 મેની સાંજ સુધીમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અખાત પર ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે, જેને અમ્ફાન નામ અપાયું છે.

READ  ભાજપનાં પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે ચક્રવાત ચોમાસુ આગળ વધવામાં મદદ કરશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુઓ પર 15 અને 16 મેએ હળવાથી ભારે વરસાદની શક્યતા છે, જે દરમિયાન 45થી 55 કિ.મી. પ્રતિ કલાક અને 17 મેએ 85 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરુવાર અને શુક્રવારે કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઈ શકે છે.

READ  Kodinar MLA Jetha Solanki resigns from BJP as party may follow no-repeat theory - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉ.ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉ.રાજસ્થાન તથા પશ્ચિમ ઉ.પ્ર.ના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્ર., છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉ.પ્ર.ના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનમાં 3થી 7 દિવસનો વિલંબ થઈ શકે છે. આ વર્ષે કેરળમાં ચોમાસુ 1 જૂનથી બેસશે, જ્યારે દિલ્હીમાં 23થી 27 જૂન, મુંબઇ અને કોલકાતામાં 10-11 જૂનથી વરસાદ આવી શકે છે.

READ  મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન 'અભિનંદન'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments