દેશમાં આવી શકે છે મોટી મંદી! મોદી સરકાર માટે છે ખરાબ સમાચાર

દેશમાં આર્થિક મંદીના ભય વચ્ચે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતના જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો છે. 2019 માટે મૂડીઝે ભારતની જીડીપી વૃદ્ધિના અંદાજને ઘટાડીને 6.2% કરી દીધો છે, જે અગાઉ 6.8% રાખવામાં આવ્યો હતો. કેન્દ્રની મોદી સરકાર માટે આ ખરાબ સમાચાર છે. બજારમાં રોકડ સંકટ જોવા મળી રહ્યું છે, ઓટો ક્ષેત્રને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, કારનું વેચાણ 20 વર્ષમાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગયું છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. ખાનગી કંપનીઓમાં નોકરી મળવાનું જોખમ સતત વધતું જાય છે અને સ્થાવર મિલકત ક્ષેત્ર સતત ઘટતું રહે છે.

READ  બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસ! ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓની હિલચાલ પર નજર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મૂડીઝે વર્ષ-2020 માટે ભારતની આર્થિક વૃદ્ધિ ઘટવાની આગાહી કરી છે અને તેને 6.7% રાખ્યો છે. મૂડીઝે કહ્યું હતું કે એશિયન ક્ષેત્રમાં નિકાસ ઘટાડવામાં નબળા વૈશ્વિક વાતાવરણનો મોટો હાથ છે અને આનાથી ઘણા દેશોના આર્થિક વિકાસ દરને નકારાત્મક અસર થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વડોદરામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ

RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ દેશમાં આર્થિક મંદી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ તાજેતરમાં જોવા મળ્યું હતું જ્યારે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ તેના 3,000 કામચલાઉ કામદારોને છુટા કરવા પડ્યા હતા. આ સિવાય 2 દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બિસ્કીટ બનાવતી પારલે-જી પણ ગ્રામીણ માંગ અને ઉત્પાદનમાં ઘટાડો થતાં 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી શકે છે.

READ  સુરત: ભેસ્તાન BRTS રૂટમાં વધુ એક અકસ્માત! 9 વર્ષના બાળકનું બસ અડફેટે મોત

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments