મોરબીના યુવાનો દિલ્હીની ફલાઈટ ચુકી ગયા અને પછી તેમને જે કામ કર્યું તેના લીધે એક ગુજરાતી તરીકે તમને ગર્વ થશે

જીવનમાં કેટલાક અકસ્માત પણ સુખદ હોય છે. ધારેલી વસ્તુ ના થાય તો તે પણ સારા માટે થતી હોય છે તેવું આપણને ઘણા લોકો કહેતા હોય છે પણ તેનો સાક્ષાત અનુભવ સિરામીક નગરી મોરબીના 6 યુવાનોને થયો હતો.

મોરબીના યુવાનો ઉમેશભાઈ વિડજા, કમલેશભાઈ મોરડિયા, કિશોરભાઈ મેરજા, રાજેશભાઈ મસોત, દિવ્યેશ કાનાની અને ભાવેશભાઈ એરવાડિયા “બોક્ષ સ્ટેપર્સ એસોસીએશન” ચલાવે છે. તેથી તેઓ પ્લાસ્ટીક એક્ઝિબીશનમાં દિલ્લી ભાગ લેવા માટે જવાના હતાં. તેઓ  6.50 લાખની ધનરાશી પુલવામાં શહિદ થયેલા જવાનના બિહારના રહેવાસી પરિવારને આપવાના હતાં. તેથી તેમણે નક્કી કર્યુ હતું કે પહેલા બિહારમાં જઈને પરિવારોને સહાય આપી દેવી અને ત્યાંથી સીધા દિલ્લીની ફ્લાઈટમાં જતુ રહેવુ. પણ, વિધાતાએ જાણે કંઇક બીજુ જ લખ્યુ હતુ અને અમદાવાદથી બિહારના પટનાની આ યુવાનોની ફ્લાઈટ ચૂકાઈ ગઈ. તેથી આ યુવાનો અમદાવાદથી બાય રોડ કાર લઈને રાજસ્થાન જવા નિકળ્યા અને રસ્તામાં નિર્ણય લીધો કે બિહારના બદલે રાજસ્થાનના વીર શહિદોના પરિજનોને મદદ કરવી. હવે પુલવામા શહિદ થયેલા જવાનોના પરિજનોની વિગત તેમણે રાજસ્થાનમાં મેળવી. તો ખ્યાલ આવ્યો કે એવા ઘણા એકલ દોકલ શહીદવીરો છે કે જેઓ આતંકવાદીઓ સાથેની લડાઈમાં કે અન્ય લડાઈમાં શહીદ થયા છે. એમના તરફ લોકોનું ધ્યાન ઓછું ગયું છે અને તેમને સહાય ઓછી મળી છે. જ્યારે પુલવામા શહિદ થયેલા જવાનોના પરિજનોને તો અનેક લોકોએ આર્થિક મદદ કરી છે.

READ  વિપક્ષનો સવાલ 'એર-સ્ટ્રાઈકમાં કેટલાં આતંકીઓ મર્યા?', જવાબમાં વી.કે.સિંહે કહ્યું કે 'કેટલાં મચ્છર મર્યા તે ગણવાં બેસુ કે આરામથી સૂઈ જાવ?'

તરત જ  આ યુવાનો એવા શહિદ જવાનોની વિગત મેળવવાના કામે લાગ્યા કે જેમને સહાય ઓછી મળી હોય. તેમના નામ મળ્યા અને બાકીનું કામ સ્થાનિક પોલીસે કરાવી આપ્યું. જેમાં પુલવામા હુમલા સિવાયના હુમલામા શહિદ થયેલા 3 જવાનોના પરિવારોને શોધી કાઢ્યા જેમને ખરેખર આર્થિક સહાયની જરૂર હતી.

કિસ્સો -1

સૌથી પહેલા પહોંચ્યા શહીદવીર નારાયણ ગુર્જરના ઘરે કે જેઓ ગામ બીનોલ, તા. રાજસમનદ, રાજસ્થાનના છે. જેમને એક પુત્ર અને એક પુત્રી છે. ઘરની સ્થિતિ સામાન્ય છે, એમની પત્નીને રૂપિયા બે લાખ રોકડા રૂપિયાની ધનરાશિ અર્પણ કરી અને મોરબીની જનતા વતી તેમજ દેશની જનતા વતી સાંત્વના પાઠવી હતી.

READ  BIG BREAKING: POKમાં ઘુસીને ભારતીય જવાનોએ કરી મોટી કાર્યવાહી, અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ

કિસ્સો-2

ત્યાર બાદ આ યુવાનો વિર શહિદ મહેશકુમાર મીનાના પરિજનોને મળ્યા જે ગામ લામપુવા તાલુકો શીંકર, મધવપુરા રાજસ્થાનના છે અને તા.14.1.19 ના રોજ આતંકવાદી સાથેની લડાઈમાં બે આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો અને અંતમાં શહીદ થયા હતાં. એમના પત્ની સરોજબેન,પુત્રી પલક અને પુત્ર હર્ષિતને મળ્યા અને આ પરિવારને પણ રૂપિયા બે લાખની રાશી અર્પણ કરી.

 

કિસ્સો-3

બાદમાં આ યુવાનોએ બિહારના પટણાના શહીદ વીર સંજયકુમાર સિંહા ગામ તરંગા કે જેમના પરિવારજનોને રૂપિયા બે લાખ દશ હજારની ધનરાશિ અર્પણ કરી

READ  VIDEO: અમદાવાદ શહેરમાં પ્રદુષણનું સ્તર વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 281 પર પહોંચ્યો

કિસ્સો-4

ત્યારબાદ બિહારના જ રામનીવાસ યાદવના ઘરે આ યુવાનો પહોંચ્યા અને એમના પરિવારજનોને એક લાખ દશ હજાર રુપિયા અર્પણ કર્યા.

આમ, મોરબીના આ યુવાનોએ કુલ આશરે 6.50 લાખ રૂ.ની સહાય અલગ અલગ શહિદોના પરિવારજનોને કરી હતી. જેમાં તાજેતરમાં ડો.તરૂણ વડસોલા અને ડો. પ્રેક્ષા અઘારાના લગ્નપ્રસંગે એકત્ર થયેલ ચાંદલાની રકમ પણ સહાય તરીકે આપવામાં આવી હતી.  આ યુવાનોના આ કાર્યને અનેક લોકોએ પ્રશંસનીય ગણાવીને તેમને પ્રોત્સાહીત કર્યા હતા કારણે કે તેમણે દેશદાઝ બતાવીને ગુજરાતની સાથે મોરબીનું નામ પણ ઉજ્જવળ કર્યું અને બીજા યુવાનોને પણ સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપી.

Oops, something went wrong.
FB Comments