ચીનને ટક્કર આપતો મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીની ચપેટમાં? ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો

ગુજરાતમાં સિરામીક નગરી તરીકે મોરબીને ઓળખવામાં આવે છે. મોરબીનો સિરામીક ઉદ્યોગ પણ મંદીની ચપેટમાં આવી ગયો છે. ભારતમાં ચીન સાથે મોરબીના સિરામીક ઉદ્યોગ દ્વારા આંતરરરાષ્ટ્રીય સ્તરે ટક્કર આપવામાં આવે છે. આ ઉદ્યોગ પણ મંદીની ચપેટમાં આવી ગયો છે જેના લીધે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરનારા તુર્કીને ટ્રંપની ધમકી, ‘અર્થવ્યવસ્થા બરબાદ કરી દઈશું’

સિરામીક ઉદ્યોગ પર અન્ય રોજગારી પણ ઉભી થાય છે. બહારના રાજ્યોમાંથી લોકો આવીને સિરામીક પ્લાન્ટમાં કામ કરીને રોજગારી મેળવે છે. મોરબી એક હબ બની ગયું છે પણ પર્યાવરણની જાળવણી વગેરે નિયમોના લીધે ભારે દંડ ઉદ્યોગોને ફટકારવામાં આવી રહ્યો છે. સિરામીકનું જે ઉત્પાદન થતું તેમાં 30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

READ  જામનગર: ધ્રોલ તાલુકાના લતીપરમાં ભારે વરસાદ, ગામ સંપર્ક વિહોણું બન્યું!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મોરબીના વિવિધ એકમો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા અંદાજે 400 કરોડ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો આ બાજુ કોલસા આધારિત ગેસીફાયર પણ બંધ કરી દેવાયા છે. આ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રદૂષણને લઈને નવા આકરા નિયમો આવવાથી ઉદ્યોગોને ભારે ફટકો પડી રહ્યો છે.

READ  જળસંકટને લઈને રાજકોટ મ્યુનિસીપલ કમિશનરનો નિર્ણય, શુદ્ધ પાણી ઉદ્યોગોને નહીં અપાઈ

 

અરબ દેશમાં આયાતને લઈને નવા નિયમો આવ્યા છે. મોરબીના અમુક ઉદ્યોગો એવું સર્ટિફિકેટ મેળવી શક્યા છે જે અરબ દેશોએ જરુરી બનાવ્યું છે. આ સર્ટિફિકેટનો ખર્ચ અંદાજે 18 લાખ થાય છે. અરબ દેશોમાં એક્સપોર્ટસનું વેલિડ સર્ટિફિકેટ માગવામાં આવી રહ્યું છે. આમ વાર્ષિક 42 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો સિરામિક ઉદ્યોગ મંદીની ચપેટમાં આવી ગયો છે.

READ  મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પુલવામા આતંકી હુમલા સામે રોષ પ્રગટ કરવા બનાવી એવી ટાઈલ્સ કે જેનો VIDEO સોશિયલ મીડિયામાં થયો VIRAL

 

Anand: Ruckus over installation of water pipeline in Karamsad| TV9News

FB Comments