ગુજરાત : 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ તમામ વિગત

Rajya ma corona virus no kehar nava 492 case nodhaya

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં નવા 279 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં રાજ્યમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે આ જ સમયગાળામાં 243 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  LRD ભરતી: રાજભવન જતાં બિન અનામત વર્ગના આગેવાનોની અટકાયત, મહિલાઓએ કર્યો હલ્લાબોલ

આ પણ વાંચો :  દેશમાં 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા થશે શરૂ પણ આ 4 રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યાં ક્યાં જિલ્લામાં કેટલાં કોરોનાના કેસ 24 કલાકમાં નોંધાયા? 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં 279 કેસ, સુરતમાં 35 કેસ, વડોદરામાં 30 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, ભાવનગરમાં 01 કેસ, આણંદમાં 01 કેસ, રાજકોટમાં 05 કેસ, અરવલ્લીમાં 01 કેસ, મહેસાણામાં 02 કેસ, પંચમહાલમાં 02 કેસ, મહીસાગરમાં 02 કેસ, ખેડામાં 03 કેસ, જામનગરમાં 01 કેસ, સાબરકાંઠામાં 14 કેસ, દાહોદમાં 04 કેસ, વલસાડમાં 01 કેસ તો અન્ય રાજ્યના 02 કેસ નોંધાયા છે.

READ  ગાંધીનગર: કોબા ગામના લોકો શાકભાજીના વેચાણને લઈને બન્યાં આત્મનિર્ભર, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં 67 કોરોનાના દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6726 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યારસુધીમાં 6412 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  જ્યારે અત્યારસુધીમાં 858 લોકોના કોરોના વાઈરસના લીધે મોત થયા છે.  રાજ્યમાં ટેસ્ટની સ્થિતિ જોઈએ તો અત્યારસુધીમાં 182869 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  રાજ્યમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 14063 થઈ ગઈ છે.  જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 6793 છે અને તેઓ કોરોનાની વાઈરસની સારવાર લઈ રહ્યાં છે.

READ  અમદાવાદ: કોરોના વાઈરસના કારણે કોંગ્રેસના આગેવાન હબીબ મેવનું નિધન

 

FB Comments