ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 498 કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ વિગત

More 498 tested positive for Coronavirus in Gujarat today jano aaje ketla corona virus na case gujarat ma nondhaya
તસ્વીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 498 કેસ ગુજરાતમાં નોંધાયા છે.  જ્યારે 313 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા પણ આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના 24 કલાકમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.  કોરોના વાઈરસના લીધે 29 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BIG BREAKING: અમદાવાદ એરપોર્ટની મોટી લાપરવાહી, દાણચોરી કરીને રૂપિયા 27 લાખનું સોનું લાવેલા 2 શખ્સોને સુરત પોલીસે ઝડપ્યા, જુઓ VIDEO

જાણો જિલ્લાવાર નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વિગત

new 367 case registered in last 24 hour gujarat corona update

આ પણ વાંચો :  કચ્છમાં 5 BSF જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જાણો જિલ્લામાં કુલ કેટલાં કેસ નોંધાયા?

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 498 કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં નવા 289 કેસ, સુરતમાં 92 કેસ, વડોદરામાં 34 કેસ, ગાંધીનગરમાં 20 કેસ, રાજકોટમાં 08 કેસ, વલસાડમાં 07 કેસ, મહેસાણા અને પાટણમાં 06-06 કેસ, સાબરકાંઠા અને કચ્છમાં 05-05 કેસ, બનાસકાંઠા અને પંચમહાલમાં નવા 03-03 કેસ,  જ્યાં કોરોના વાઈરસના 02 કેસ પોઝિટિવ નોંધાયા છે એવા જિલ્લામાં ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીનો સમાવેશ થાય છે.

READ  VIDEO: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે વર્તાવ્યો કાળો કેર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કોરોના વાઈરસના 5074 સક્રિય કેસ

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણના લીધે સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીઓની સંખ્યા 5074 છે. જ્યારે 61 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સ્ટેબલ હોય એવા દર્દીઓની સંખ્યા 5013 છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 13324 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના વાઈરસના લીધે 1219 લોકોના મોત રાજ્યમાં થયા છે.

READ  લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન, સરકારે કરી જાહેરાત

 

Oops, something went wrong.
FB Comments