સમગ્ર વિશ્વમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, 23.31 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં

More than 23.31 million people worldwide are affected by Corona

વિશ્વભરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 81 હજાર કેસ વધ્યા છે. ગઈકાલે 22.50 લાખ હતા જે વધીને આજે 23.31થી વધી ગયા અને 1 લાખ 60 હજાર 755થી વધુનાં મોત થયા છે. જ્યારે 5.97 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે.

READ  VIDEO: કોરોના વાઈરસને લઈને સરકારનો મોટો નિર્ણય, 25 માર્ચ સુધી રાજ્યના ચાર મોટા શહેરો સંપૂર્ણ બંધ

78 new cases reported in Gujarat today, state tally reaches 1099 | Tv9GujaratiNews

અમેરિકામાં એક જ દિવસમાં 1,867 લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 7.39 લાખને પાર કરી ગયો છે. તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 642 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 888 લોકોનાં મોત થયા છે. તો ઈટાલીમાં નવા 482 મોત સાથે મોતનો આંકડો 23 હજાર 227 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 637 મોત સાથે મોતનો આંકડો 20,639 પર પહોંચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આવતીકાલે રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8:00 કલાકે થશે જાહેર

FB Comments