એક વ્યક્તિને વડાપ્રધાન મોદીનો મોર્ફ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પડ્યો ભારે, મળી આ સજા

PM MOdi

વડાપ્રધાન મોદીનો મોર્ફ ફોટો ફેસબુક પર પોસ્ટ કરવાનું કન્યાકુમારીના એક વ્યક્તિને ભારે પડી ગયુ છે. જૈબિનિ ચાર્લ્સ નામનો આ વ્યક્તિ આગામી એક વર્ષ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે, એટલે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પોસ્ટ નહીં મુકી શકે.

તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના આ વ્યક્તિની સામે મદ્રાસ હાઈકોર્ટની મદુરઈ બેન્ચે શરત રાખી છે કે તે આગામી એક વર્ષ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દુર રહેવાનો વિશ્વાસ આપે છે તો તેને વચગાળા જામીન મળી શકે છે. એટલું જ નહીં જસ્ટિસ જી.આર.સ્વામીનાથને કહ્યું કે જો એક વર્ષની અંદર ચાર્લ્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો ફરિયાદી કોર્ટમાં વચગાળાના જામીન રદ કરવાની માગ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈ પોલીસે રસ્તાઓ પર કરી નાકાબંધી તો ઠેર ઠેર સર્જાયો ટ્રાફિકજામ, જુઓ VIDEO

ચાર્લ્સે જે દિવસે ફેસબુક પર આ ફોટો અપલોડ કર્યો હતો, તેના બીજા દિવસે જ ભાજપ કાર્યકર્તા નાનજિલ રાજાએ વાદાસેરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ ચાર્લ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન મોદીનો મોર્ફ ફોટો હટાવી લીધો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: દિલ્હીમાં આજે સાંજે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક, ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહત્વના નિર્ણય લેવાઈ શકે

 

 

તેમને કહ્યું કે કોઈ પણ નાગરિકને દેશના વડાપ્રધાનનો અનાદર કરવા માટે કોઈ હક્ક નથી. ચાર્લ્સ દૈનિક સમાચારપત્રમાં માફીનામું પણ આપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ચાર્લ્સે સુપ્રીમ કોર્ટના નિર્ણય જણાવતા કહ્યું કે ફેસબુક જેવી સોશિયલ સાઈટસ પર પોતાનો અભિપ્રાય રાખવો ગુન્હો ગણાતો નથી, તેમ છતાં તેમને કરેલા કૃત્ય પર તે માફી માંગે છે.

READ  ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગેરજવાબદારી, સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments