પશ્ચિમ બંગાળમાં મોદી V/S મમતા અને CBI V/S પોલીસ કમિશનર વચ્ચે ચાલતા જંગનું કારણ છે એક TOP SECRET ડાયરી, જેમાં શારદા ચિટફંડ કૌભાંડના દિગ્ગજોના નામ હોવાની શંકા છે

શારદા ચિટફંડ કૌભાંડ પહેલી વાર એપ્રિલ-2013માં સામે આવ્યો હતો અને કથિત રીતે આ કૌભાંડ 2460 કરોડ રૂપિયાની કુલ રકમનું છે કે જેમાં 80 ટકા નાણા હજી સુધી પણ ચુકવાયા નથી.

શારદા જૂથે 1.7 મિલિયનથી વધુ જમાકર્તાઓ પાસેથી લગભગ 200થી 300 અબજ રૂપિયા એકઠા કર્યા. આ કંપની 2006માં શરુ થઈ અને 2013માં બંધ થઈ ગઈ.

કંપનીએ કપટપૂર્ણ રોકાણ વડે રોકાણકારો પાસેથી રૂપિયા એકઠા કર્યા. પોંઝી સ્કીમ કે વિશ્વાસઘાતનો આ સિલસિલો વર્ષોથી ચાલતો આવી રહ્યો છે. તેમાં કંપનીએ પોતાના ઝાંસામાં આવેલા ભોળા લોકોને ઓછા સમયમાં વધુ નાણા કમાવવાની લાલચ આપી પોતાના ચુંગાલમાં ફસાવ્યા અને પૈસા લઈને ફરાર થઈ ગઈ. આ સાથે એક જગ્યાએથી છેતરપિંડી કર્યા બાદ સમયાંતરે શહેર બદલીને તથા અન્ય લોકોને ચૂનો લગાવ્યો.

SARADHA GROUP ઘણા પ્રકારની સામૂહિક રોકાણ યોજનાઓ ચલાવી રહ્યુ હતું કે જ્યાં તેઓ કમીશન આધારે સલામત ડિબેંચર તથા રિડીમ કરવા યોગ્ય અધિમાન્ય બૉંડ જાહેર કરી પ્રજા પાસેથી પૈસા એકઠા કરવા માટે એજંટ નિયુક્ત કરતા.

READ  વડાપ્રધાનના ભત્રીજી સાથે દિલ્હીમાં લૂંટની ઘટના, જાણો સંપૂર્ણ વિગત, જુઓ VIDEO

SEBIએ શારદા જૂથની કંપનીઓ પર કાર્યવાહી કરી, કારણ કે તેઓ બૉંડ અને ડિબેંચર એકઠા કરવા દરમિયાન સામૂહિક રોકાણ યોજનાઓ પર લાગૂ નિયમોના પાલનમાં નિષ્ફળ રહ્યા. શારદા કૌભાંડ અંગે લોકોની ધરપકડ વચ્ચે મામલાએ રાજકીય વળાંક લઈ લીધો.

પશ્ચિમ બંગાળ પોલીસ તરફથી કૌભાંડની તપાસ માટે રચાયેલી SITના પ્રમુખ તરીકે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીરમાં શારદા ગ્રુપના પ્રમુખ સુદીપ્ત સેન તથા તેના સહયોગી દેવયાનીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મળી આવેલી એક ડાયરીને ગાયબ કરી દીધી હતી. આ ડાયરીમાં તે તમામ નેતાઓના નામો હતાં કે જેમણે ચિટફંડ કંપનીમાંથી રૂપિયા લીધા હતાં. આ કેસમાં કોર્ટના આદેશ પર સીબીઆઈએ રાજીવ કુમારને આરોપી બનાવ્યા.

READ  દેશમાં વિધિવત રીતે ચોમાસાનો થયો પ્રારંભ, કેરળના દરિયા કાંઠે વરસાદ શરૂ, જુઓ આ VIDEO

શારદા ચિટફંડ કૌભાંડમાં અત્યાર સુધી ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને તાપસ પૉલને સીબીઆઈ ઝડપી ચુકી છે. રોઝ વૅલીના પ્રમુખ ગૌતમ કુંદૂ અને ત્રણ અન્ય ઉપર પણ આરોપ છે કે તેમણે દેશ ભરમાં રોકાણકારોને 17,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો. શારદા ગ્રુપના પ્રમુખ સુદીપ્ત સેન પર આરોપ છે કે તેમણે ફ્રૉચ કરી ફંડનો દુરુપયોગ કર્યો. ટીએમસી નેતા અને પૂર્વ પ્રધાન મદન મિત્રા પણ આ કૌભાંડમાં જેલ જઈ આવી ચુક્યા છે.

શું છે ચિટફંડ કૌભાંડ ?

આરોપ છે કે શારદા ગ્રુપની કંપનીઓએ ખોટી રીતે રોકાણકારો પાસેથી પૈસા ભેગા કર્યા અને તેમને પરત ન આપ્યા. આ કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યપ્રધાન મમતા બૅનર્જી સામે સવાલો ઉઠ્યા.

ચિટ ફંડ એક્ટ 1982 મુજબ ચિટફંડનો મતલબ હોય છે કે કોઈ શખ્સ કે લોકોનો જૂથ એક સાથે સમજૂતી કરે. આ સમજૂતીમાં એક ચોક્કસ રકમ કે કોઈ વસ્તુ એક નક્કી સમયગાળામાં હફ્તામાં જમા કરવામાં આવે અને નક્કી સમયે તેની હરાજી થાય. જે ફાયદો થાય, તે બાકીના લોકોમાં વહેંચી દેવામાં આવે. તેમાં બોલી લગાવનાર શખ્સે પૈસા પરત પણ કરવાના હોય છે.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલની ભાજપમાંથી કોણ લડશે? આ નામો પર ચર્ચા

નિયમ મુજબ આ સ્કીમ સંસ્થા કે પછી વ્યક્તિ વડે આપસી સંબંધીઓ કે પછી મિત્રો વચ્ચે ફેરવી શકાય છે, પરંતુ હવે ચિટફંડના સ્થાને સામૂહિક જાહેર જમા કે સામૂહિક રોકાણ યોજનાઓ ચલાવાઈ રહી છે. તેમનું માળખું આ જ પ્રકારનું હોય છે કે ચિટફંડને જાહેર જમા યોજનાઓની જેમ ચલાવવામાં આવે છે અને કાયદાનો ઉપયોગ કૌભાંડ કરવા માટે કરવામાં આવે છે.

[yop_poll id=1063]

Congress MLAs met protestors at Shaheen bagh, BJP's Bharat Pandya condemns the visit

FB Comments