અમદાવાદની તમામ કોવિડ હોસ્પિટલો ફુલ, છેલ્લા 3 દિવસમાં 200 દર્દીને વડોદરા અને રાજકોટ ખસેડાયા

Most of the COVID-19 hospitals in Ahmedabad 'houseful' Ahmedabad ni tamam covid hospital full chela 3 divas ma 200 dardi ne vadodara ane rajkot khasedaya

છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં સામાન્ય દર્દીને બેડ મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે. અમદાવાદ સિવિલમાંથી કેટલાક દર્દી ગાંધીનગર સિવિલમાં શિફ્ટ કરાયા છે. તેમજ અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી 14 દર્દીને વડોદરાની હોસ્પિટલમાં, 12 દર્દીને રાજકોટ શિફ્ટ કરાયા છે, જયારે 7ને જૂનાગઢ લઈ ગયા છે. કુલ 50થી 200 દર્દી શિફ્ટ કરાયાનો દાવો ઓર્થોપેડિક સર્જન અને ડોક્ટર આગેવાન ડો. કનુ પટેલે કર્યો છે.

READ  રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા 3 દિવસમાં ડો. સ્નેહા અરોરા, ડો. બીના શાહ, ડો. દિનેશ પટેલને બેડ મળ્યા નથી. 4 દિવસમાં 14 ડોક્ટરો અને 22 લોકોના ફોન આવ્યા કે શહેરની હોસ્પિટલોમાં બેડ મળતા નથી. કેટલીક હોસ્પિટલમાં ઘણા બેડ ખાલી છે અને કેટલીક હોસ્પિટલો 100 ટકા ભરાઈ ગઈ છે. ડોક્ટરોને બેડ મળવામાં તકલીફ પડી રહી હોવાથી ડોક્ટર એસોસિએશને 3 દિવસથી એવું નક્કી કર્યું છે કે, એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિક ડોક્ટરોની કોવિડની સારવાર માટે સ્પેશ્યિલ હોસ્પિટલો રિઝર્વ્ડ રાખવી.

READ  VIDEO: નકલી PUC કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ, પોલીસે 4700થી વધુ કોરા નકલી PUC કર્યા કબ્જે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments