દેશના રાજકારણમાં હોબાળો મચાવનાર મમતા બેનર્જી અંગે ગૂગલને પૂછવમાં આવી રહ્યા છે આ સવાલો, તમે પણ જાણીને હસવું રોકી ન શકશો

મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે CBIના મામલે ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે ગૂગલ પર પણ મમતા બેનર્જી સૌથી વધુ સર્ચ થઈ રહી છે. જેના પર ન માત્ર મમતા બેનર્જી પરંતુ તેની સાથે તેના સંબંધિત વિવિધ સવાલો ગૂગલને કરવામાં આવી રહ્યા છે.

ગૂગલ પર સૌથી વધુ ‘ममता बनर्जी शादी’ તેમના લગ્ન વિશે સર્ચ કર્યું છે. મમતા બેનર્જી વિશે આ સવાલ વારંવાર થતો રહ્યો છે કે મમતા બેનર્જીએ લગ્ન કેમ નથી કર્યા? આજીવન કુંવારા કેમ રહ્યા? ખાસ વાત એ છે કે મમતા સામાજિક પરંપરાઓના વિરોધી પણ છે. લગ્નમાં એક મહિલાની સ્થિતિથી તેઓ સહમત નહોતા, અને તેઓએ જીવનભર સમાજ સેવાનું પણ વચન લીધું હતું. જેથી તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે.

લોકોને ‘ममता बनर्जी शिक्षा’ મમતા બેનર્જીનાા શિક્ષણ જાણવામાં પણ વધુ રસ છે. દક્ષિણ કોલકાતાના જોગમાયા દેવી કોલેજથી મમતા બેનર્જીએ ઈતિહાસમાં ઓનર્સની ડિગ્રી મેળવી છે. બાદમાં કલકત્તા વિશ્વવિદ્યાલયથી તેમણે ઈસ્લામિક ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી. શ્રીશિક્ષાયતન કોલેજથી તેઓએ બીએડ કર્યું, જ્યારે કોલકાતાના જોગેશચંદ્ર ચૌધરી લો કોલેજથી તેઓએ કાયદાનો અભ્યાસ કર્યો.

લગ્ન પછી સૌથી વધુ ‘ममता बनर्जी cast‘જો કે તેનો અર્થ મમતાની caste એટલે કે જાતિ વિશે સર્ચ કરવામાં આવ્યું છે. મમતા બેનર્જી બ્રાહ્મણ છે. તેમનો જન્મ પણ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રોમિલેશ્વર બેનર્જી અને માતાનું નામ ગાયત્રી દેવી હતું.

હવે બોલો ‘ममता बनर्जी बांग्लादेश’ મમતા બેનર્જી અને બાંગ્લાદેશ વચ્ચે પણ કોઈ સંબંધ શોધવા લોકો પ્રયત્ન કરી રહ્યું છે. જો તેનો બાંગ્લાદેશ સાથે કોઈ સંબંધ નથી. તેમનું ઘર કોલકાતાની હરીશ ચટર્જી સ્ટ્રીટ ખાતે આવેલું છે.

‘ममता बनर्जी 1984’ મમતા બેનર્જી 1984ની ચૂંટણીમાં જાદવપુર સીટ ઉપરથી સાંસદની ચૂંટણી લડ્યા હતા. આ સર્ચ માટેનું મુખ્યકારણ એ છે કે તેમણે સીપીએમના વરિષ્ઠ નેતા સોમનાથ ચેટર્જીને હરાવ્યા હતા.

આ તો કોઈએ ધાર્યું ન હોય  ‘ममता बनर्जी मोदी’ વર્ષ 2001ની શરૂઆતમાં ભાજપની વિરુદ્ધ થયેલા એક સ્ટિંગના ખુલાસા બાદ મમતા બેનર્જી નારાજ થઈ ગયા હતા અને તેઓએ પોતાની પાર્ટીને એનડીએથી અલગ કરી દીધી. હવે તેમની ઓળખ મોદી વિરોધી તરીકે થઈ છે.

સૌ કોઈને કદાચ આ પ્રશ્નમાં વધુ રસ છે ‘ममता बनर्जी age’ મમતા બેનર્જીની ઉંમર 64 વર્ષની છે. તેમનો જન્મ 1955માં થયો હતો. જ્યારે 9 વર્ષની ઉંમરમાં તેમના પિતાનું અવસાન થયું હતું. તે સમયે તેઓ ખૂબ જ ગરીબ હતા. આજે પણ તેમનામાં એ સાદગી જોવા મળે છે.

આ પણ વાંચો : 46 કલાક પછી મમતાના ધરણાં થયા શાંત, પીએમ મોદીને ઘર ભેગાં કરવાની આપી ચીમકી

[yop_poll id=1117]

FB Comments

TV9 Web Desk6

Read Previous

હવે થાણેના માર્ગો પર ટ્રાફિક પોલીસ નહીં પણ રોબોટ કરશે ટ્રાફિકનું નિયંત્રણ

Read Next

આટલાં રૂપિયામાં તો 5 મધ્યવર્ગ પરિવારના ઘરે એક ગાડી આવી જાય તેટલાં રૂપિયામાં તો વેચાયો ગાડીનો રજીસ્ટ્રેશન નંબર, કિંમત જાણી હોશ ઉડી જશે 

WhatsApp પર સમાચાર