માતા અને દીકરીએ એકસાથે ફ્લાઈટ ઉડાવી, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર

એક જ પરીવારના બે સદસ્યો સાથે મળીને ઉડાવે તેવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. લોંસ એંજલીસથી અટલાંટા લઈને ઉડાન ભરનારી ફલાઈટ માતા અને દીકરીએ સાથે મળીને ઉડાવી હતી.

લોંસ એંજલીસથી અટલાંટા જનારી ફ્લાઈટમાં માતા કપ્તાન પદ સંભાળી રહી છે જેનું નામ વેંડી રેક્સન છે. તેમની દીકરી કેલી રેક્સન ફર્સ્ટ ઓફિસરના પદ પર સેવા આપી રહી છે. આ ઘટનાને લઈને ડેલ્ટા ફ્લાઈટે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું કે ‘ફેમીલી ફ્લાઈટ ક્રુ ગોલ્સ’. માતા અને દીકરીનો આ ફોટો વાયરલ થયો હતો.

આ ફલાઈટમાં એક વેટ્રેટ નામના યાત્રી હતા તેમને આ બંને મહિલાઓની વાત સાંભળીને લાગ્યું કે તેઓ માતા-દીકરી એકસાથે જ ફ્લાઈટ ઉડાવી રહી છે. મીડિયા રિપોર્ટસના આધારે કેલી રેક્સની બહેન પણ એક જ પાયલોટ જ છે.

On cam: Woman molested in sleep by unknown in Ahmedabad | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

આ કારણે મુંબઈમાં લોટરીમાં જીતેલા 5.8 કરોડનો ફલેટ લેવાની યુવકે ના પાડી દીધી

Read Next

‘નરેન્દ્ર મોદી નહીં તો તેમનો ફોટો પણ ચાલશે’, ગુજરાતમાં 26 બેઠકો જીતવા ભાજપ 1 કરોડ જેટલા વડાપ્રધાન મોદીની સહી સાથે લખેલાં પત્રો વહેંચશે!

WhatsApp પર સમાચાર