મધર્સ-ડેની ઉજવણી ચાલી રહી છે ત્યારે એક માતા પોતાના સંતાનની સેવા કરી રહ્યા છે, અમદાવાદની આ કરૂણગાથા

અમદાવાદમાં મધર્સ-ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે એક કરૂણ કહાની સામે આવી છે જેમાં 88 વર્ષની મા પોતાના 50 વર્ષના દિકરાની કરી રહી છે સેવા

કહેવાય છે કે સંસારની સૌથી મોટી શક્તિ મા છે જેથી જ આજે વિશ્વભરમાં મધર્સ-ડેની ઉજવણી થઈ રહી છે. સંતાનો માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા માતાને તેના સંતાનો વંદન કરી આશીર્વાદ લઈ રહ્યા છે. તો બીજી તરફ એક કરૂણ કહાની સામે આવી છે. જ્યાં 88 વર્ષની મા પોતાના 50 વર્ષના દિકરાની સેવા કરી રહી છે.

READ  VIDEO: બેંકમાં હથિયાર સાથે લૂંટનો પ્રયાસ પાણીના ગ્લાસથી નિષ્ફળ બન્યો

સમગ્ર વાત અમદાવાદના ખોખરા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રવિ નાગર 50 વર્ષની ઉંમરે પણ 88 વર્ષના માતાના સહારે છે. રવિ પાછલા 26 વર્ષથી વિચિત્ર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. અને છેલ્લા 13 વર્ષથી તે સંપૂર્ણ પથારીવશ છે. પોતાની બીમારીને લઈ તેમણે વડાપ્રધાનને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી છે. કારણ કે તેઓ પોતાની કાળજી લેવામાં અસમર્થ છે તો બીજી તરફ તેની માતા 88 વર્ષે તેમની સેવા કરી રહ્યા છે. આવી વિપરીત પરિસ્થિતિમાં તેમણે ઈચ્છામૃત્યુની માગ કરી છે.

READ  દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા વિસ્મય શાહ સહિત 6 લોકોની જામીન અરજી કોર્ટે રાખી નામંજુર

TV9 Gujarati

રવિના માતા લીલાબેન પોતે શારિરીક બિમારીઓથી પીડાઈ રહ્યા છે અને ઓછુ સાંભળે છે. જોકે દિકરાની પીડા નજર સામે જ્યારે આવે ત્યારે તુરંત દોડીને દિકરા પાસે જાય છે.

આ પણ વાંચો: એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

મધર્સ-ડેના દિવસે માતાએ આપેલા પ્રેમ, ત્યાગ અને બલિદાનને આપણે યાદ કરીએ છીએ.અને જાહેરમાં માતાનો ઋણ હસ્તા મોઢે સ્વીકારીએ છીએ. જ્યારે રવિ નાગર આ ઋણ અશ્રુ ભીની આંખે વ્યક્ત કરી રહ્યા છે.

READ  નર્મદા ડેમનાં 5 દરવાજા ખોલાયા, ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ખોલાયા દરવાજા, જુઓ VIDEO

Gandhinagar serial killer : Stone, skeletal remains found from gutter | Tv9GujaratiNews

FB Comments