ટ્રાફિકના ભારે દંડના ખોફથી અમદાવાદમાં માત્ર 2 દિવસમાં જ BRTS બસની આવકમાં થયો 2 લાખ રૂપિયાનો વધારો

નયન પટેલ | અમદાવાદ, ટ્રાફિકના નવા નિયમોએ વાહનચાલકોને ભલે મુશ્કેલી વધારી હોય પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે આ નિયમો સોનાની ખાણ જેવા સાબિત થયા છે. નવા નિયમોના ભારે દંડના ખોફથી અમદાવાદમાં માત્ર બે દિવસમાં જ બીઆરટીએસ બસમાં 2 લાખ રૂપિયાની આવક વધી છે.

આ પણ વાંચો: વડોદરામાં ક્રિકેટ કીટ પહેરીને વાહન ચલાવીને લોકોએ કર્યો વિરોધ, જુઓ VIDEO

16 સપ્ટેમ્બરે ટ્રાફિકના નવા નિયમો અમદાવાદમાં BRTS બસ માટે સોનાની ખાણ સમાન સાબિત થયા છે. નિયમો લાગુ થયા બાદ BRTSની રોજની આવક 2 લાખ રૂપિયાથી પણ વધી છે. પહેલા BRTSમાં સરેરાશ 1.60 લાખ મુસાફરો આવતા હતા અને સરેરાશ આવક 20 લાખ રૂપિયાની હતી. અને નવા નિયમો લાગુ થયા બાદ એટલે કે 16 સપ્ટેમ્બરે 1.82 લાખ મુસાફરોએ BRTS બસમાં સફર કરી અને તેનાથી 23.21 લાખ રૂપિયાની કમાણી થઈ. જ્યારે 17 સપ્ટેમ્બરે 1.76 મુસાફરોએ BRTS બસનો લાભ લીધો અને તેનાથી બીઆરટીએસને 22.37 લાખ રૂપિયાની કમાણી થઈ છે. એટલે કે BRTS બસમાં સરેરાશ 20 હજાર મુસાફરો અને 2.70 લાખ રૂપિયાની કમાણી વધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: ગોરા-કેવડિયાને જોડતો પુલ પાણીમાં ડૂબ્યો, નદીના પ્રવાહમાં ભારતી આશ્રમનો ત્યાગી ઘાટ પણ પાણીમાં ગરકાવ

FB Comments