ચેતી જજો! નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ એક બાઈક સવારને અધધ.. 23 હજારનો દંડ

પ્રતીકાત્મક તસવીર

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ હવે કડક નિયમો આવી ગયા છે. દેશભરમાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભારે દંડ વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે. મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરતું બિલ નીતિન ગડકરી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેના પાસ થઈ જવાથી ટ્રાફિક નિયમો ભારે કડક થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો કેમ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડનો વિરોધ

 

 

પ્રતીકાત્મક તસવીર

આ પણ વાંચો :  સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ

એક કાર્યવાહીનો કિસ્સો ગુરુગ્રામથી સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકને ટ્રાફિક પોલીસે 23000નો ભારે દંડ ફટકાર્યો છે. આ બાઈક ચાલકે હેલ્મેટ નહોતું પહેર્યું, તેની પાસે ગાડીના કોઈ જ કાગળો નહોતા, ઈશ્યોરન્સ પણ નહોતો, રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ પણ નહોતું જેના લીધે કુલ મળીને ટ્રાફિક પોલીસે અધધ..23 હજારનો ભારે દંડ ફટકાર્યો છે.

READ  ટ્રાફિકના કડક નિયમોમાં રાજ્ય સરકારે રાહત આપી છે, ત્યારે વડોદરાવાસીઓ નવા નિયમો અંગે શું માને છે, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નવા નિયમ પર નજર કરીએ દિલ્હીમાં 3900 લોકોને આ નિયમ આવ્યા બાદ દંડવામાં આવ્યા છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ના હોય તો ટ્રાફિક પોલીસ 10 હજારનો દંડ ફટકારી શકે છે. આરસી બુક વિના પણ 10 હજાર સુધીના દંડનું પ્રાવધાન છે. ઈન્શ્યોરન્સ વિના 4 હજાર સુધીના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો હેલ્મટે ના પહેર્યું હોય તો 1 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

READ  ગાંધીનગર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, પોલીસ જવાનોને ફટકાર્યો દંડ, જુઓ VIDEO

 

 

Oops, something went wrong.
FB Comments