‘ઉરી’ ફિલ્મે બોક્સ ઓફિસ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને બનાવ્યો નવો વિક્રમ, જાણો ‘ઉરી’ ફિલ્મની 10 દિવસની કમાણી

11 જાન્યુઆરીના દિવસે રિલિઝ થયેલી ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક હાલ ભારતના થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મના દસ દિવસના બોક્સ ઓફિસના કલેકશન પરથી જણાઈ આવે છે કે લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને થિયેટરમાં જોવા જઈ રહ્યાં છે.

પ્રોડ્યુસર્સને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલવાથી મોટા પ્રમાણમાં નફો થઈ રહ્યો છે. તાજેતરમાં ઉરી ફિલ્મ રિલીઝ થયાને દસ દિવસ થયા ત્યારે આ ફિલ્મની બોક્સ ઓફિસ પરનો કમાણીનો આંકડો સાંભળીને તમને નવાઈ લાગશે. આ ફિલ્મે દસ દિવસમાં જ 100 કરોડની કમાણી કરી લીધી છે. માત્ર કમાણી નહીં પણ કંગના રાણાવતની ફિલ્મ તનુ વેડસ મનુએ 11 દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી તેનો વિક્રમ પણ તોડી નાંખ્યો છે. આ ફિલ્મ ભારતની સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની ઘટનાને આધારે બનાવવામાં આવી છે.

READ  રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોર્ટની સુનાવણીમાં રહેશે હાજર, જુઓ VIDEO

ફિલ્મના વિવિધ પાત્રોમાં વિક્કી કૌશલનો અભિનય દર્શકોને પસંદ આવી રહ્યો છે. કંગના રાણાવતની ફિલ્મને 100 કરોડ સુધી પહોંચતા 11 દિવસ લાગેલા અને હાલમાં આવેલી સ્ત્રી ફિલ્મને આ આંકડો પાર કરતાં કરતાં 16 દિવસ સુધીનો સમયગાળો લાગેલો.

આ પણ વાંચો: એક ફિલ્મ સ્ટારની Tweet પર મોદીએ કરી એવી કમેન્ટ કે લોકો પહેલા તો હસ્યા અને પછી આપ્યો જવાબ

READ  કોરોનાના ડરથી પોતાના ગામમાં ન જશો, જે શહેરમાં છો ત્યાં જ થોડા દિવસ પસાર કરો: PM મોદી

ઉરી ફિલ્મની લોકપ્રિયતા અને બોક્સ ઓફિસ પરની કમાણી પરથી લાગી રહ્યું છે કે આગામી અઠવાડિયામાં તે 150 કરોડની કમાણી કરનારી ફિલ્મોમાં પણ સામેલ થઈ જશે. આ ફિલ્મમાં અભિનેત્રી યામી ગૌતમ પણ છે અને હાલ ભારતમાં લગભગ 800થી વધુ સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

[yop_poll id=720]

Oops, something went wrong.
FB Comments