ચોપરમાં આ ખાતા દેખાયા શુદ્ધ શાકાહારી શિવરાજસિંહ ચૌહાણ, શું છે વાયરલ ફોટોનું સત્ય?

Shivraj Singh Chouhan having non-veg
Shivraj Singh Chouhan having non-veg

સોશિયલ મીડિયામાં વાયરલ એક તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ માંસાહારી ભોજન આરોગી રહ્યા છે,
લોકો તસવીર શેર કરી શિવરાજ સિંહ પર નિશાન સાધી રહ્યા છે પરંતુ વાયરલ તસવીરની હકીકત શું છે તે જાણો.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની એક તસવીર આજકાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે. તસવીરનો દાવો છે કે શિવરાજ સિંહ માંસાહારી ભોજન લઈ રહ્યા છે ત્યારે એક નજર કરીએ આ વાયરલ તસવીર પર તો શિવરાજ સિંહ કોઈ ચોપરમાં બેઠા હોય તેવું લાગે છે, સામેની ડિશમાં ત્રણ પ્રકારનું શાક છે પરંતુ જ્યાં સૌ કોઈનું ધ્યાન જઈ રહ્યું છે તે છે આ માંસાહારી ભોજન. માટે આ તસવીર શેર કરીને ફેસબૂક, ટ્વીટરમાં લોકો CM પર નિશાન સાધી રહ્યા છે તેમજ કટ્ટર હિન્દુ હોવાની દુહાઈ પણ આપી રહ્યા છે.

READ  મધ્યપ્રદેશમાં સત્તા માટે હોર્સ ટ્રેડિગ? જાણો કોંગ્રેસના 8 ધારાસભ્ય ક્યા છે?
Shivraj Singh Chouhan having nonveg
Shivraj Singh Chouhan having non-veg

વાયરલ તસવીરની તપાસ કરવામાં આવે તે પહેલા અમુક સવાલો થઈ રહ્યા હતા કે વાયરલ તસવીર ક્યાંની છે ? શું આ તસવીર એડિટ કરીને બનાવવામાં આવી છે ? શિવરાજસિંહ ચૌહાણને બદનામ કરવાનો થઈ રહ્યો છે પ્રયાસ ? આ સવાલો સાથે અમે તપાસ આગળ વધારી.અમે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચમાં આ તસવીરની તપાસ હાથ ધરી અને ત્યારે જ અમને ગૂગલમાં અસલી તસવીર મળી આવી.અસલી તસવીર જોતા સમગ્ર હકીકત સામે આવી ગઈ.અસલી તસવીરમાં માંસાહારી ભોજન જોવા મળતું નથી. માટે કોઈએ અસલી તસવીરને એડિટ કરી ભોજનની ડિશ બદલી દીધી છે. આમ અમારી તપાસમાં સામે આવ્યું કે વાયરલ તસવીર એડિટ કરીને બનાવવામાં આવી છે.. આ તસવીર નવેમ્બર મહિનાની જ છે.. પ્રચાર દરમિયાન ચોપરમાં જ CMએ ભોજન લીધું હતું.પરંતુ ભોજનની થાળીમાં શાકાહારી ભોજન હતું માટે જો આવી તસવીર તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ સુધી પહોંચી હશે તો તેની સાચી માહિતી હવે ધ્યાનમાં રાખવી.

READ  BAPS celebrates Pramukh Swami Maharaj's 96th Birth Anniversary, Surat - Tv9
Shivraj Singh Chouhan viral photo
Shivraj Singh Chouhan viral photo

આમ અમારી તપાસમાં વાયરલ તસવીર ખોટી સાબિત થઈ છે.ચૂંટણીના માહોલમાં CM ચૌહાણની છબી બગાડવાનો ઘણા લોકો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે.. પરંતુ આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓ સુધી સાચી માહિતી પહોંચે તે જરૂરી છે.

[yop_poll id=”11″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments