હવે ધોની ફરીથી ‘બલિદાન બેજ’ નિશાનાવાળા ગ્લવ્ઝ પહેરશે તો આ સજા આપી શકે ICC?

ICCએ મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટ વિશ્વ કપમાં સેનાના નિશાનવાળા ગ્લવ્ઝ પહેરવાની પરવાનગી આપી નથી. ICC તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ધોનીએ ‘બલિદાન બેજ’ના નિશાનવાળા ગ્લવ્ઝ પહેરીને ICC ઈવેન્ટના 2 નિયમ તોડ્યા છે. ICC તરફથી કહેવામાં આવ્યું છે કે ICC ઈવેન્ટના નિયમ કોઈ સંદેશ કે લોગોને કોઈ પણ સામાન કે કપડા પર દેખાડવા માટેની પરવાનગી નથી આપતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાથે જ આ લોગો વિકેટકીપરના ગ્લવ્ઝને લઈને પણ નિયમને તોડે છે. ત્યારે સવાલ એ છે કે જો ધોની ICCના નિયમને માનવાથી ઈનકાર કરી દે તો તેમને કેવી સજા મળશે. ICCના નિયમ મુજબ પ્રથમ વખત આ પ્રકારની ભૂલ પર દંડ કરવામાં આવે છે.

 

READ  વલ્ડૅકપના ઈતિહાસમાં બદલાઈ ગયા 107 કેપ્ટન પણ સૌરવ ગાંગૂલીના આ વલ્ડૅ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી

ધોનીને આ મામલે તેમને ICC તરફથી કોઈ દંડ કરવામાં આવ્યો નથી. ICCએ તેમને માત્ર ગ્લવ્ઝ ના પહેરવા માટે કહ્યું છે પણ ICCના કહ્યાં પછી હવે ધોનીને તેમના ગ્લવ્ઝ બદલવા પડશે અથવા તો તે લોગો પર પટ્ટી લગાવવી પડશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા માટે આ પૂર્વ મંત્રી તૈયાર!

જો ધોની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ‘બલિદાન બેજ’ નિશાનવાળા ગ્લવ્ઝ પહેરશે તો તેમને દંડ કરવામાં આવી શકે છે. જો ત્યારબાદ પણ તે એ ગ્લવ્ઝ પહેરશે તો તેમની 25 ટકા મેચ ફી કાપી લેવામાં આવી શકે છે. ત્રીજી વખત પણ આ પગલું ભરશે તો 50 ટકા મેચ ફી અને દંડ અને ચોથી વખત આ ગ્લવ્ઝ પહેરવામાં આવશે તો 75 ટકા મેચ ફી કાપી લેવામાં આવશે.

READ  કેપ્ટન કોહલીના આ નિર્ણયથી 'વિરાટ સેના' સામે ધ્વસ્ત થઈ ગઈ સાઉથ આફ્રિકાની ટીમ?

 

Oops, something went wrong.
FB Comments